For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયા

12:06 PM Nov 01, 2025 IST | admin
જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયા

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. જોકે બે ગુનામાં કોઈ આરોપી હજુ સુધી પકડાયા નથી, પરંતુ ચાલુ વર્ષ દરમિયાન નોંધાયેલા બે ગુના પૈકીના એક ગુનામાં 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે બીજા ગુનામાં 1 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા યોજાઇ રહેલા જુદા જુદા અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત જામનગરના બે વયોવૃદ્ધ ડિજિટલ એરેસ્ટ નો શિકાર બને તે પહેલા બંનેને બચાવી લેવાયા હતા.

Advertisement

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં 2024 ની સાલમાં ડિજિટલ એરેસ્ટ અંગેના બે કિસ્સા નોંધાયા હતા, જેમાં જામનગરના એક વ્યક્તિ પાસેથી દોઢ કરોડ ખંખેરી લેવાયા હતા, જ્યારે બીજા ગુનામાં સાડા ત્રણ કરોડ રૂૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ચીટર ટોળકી દ્વારા ખંખેરી લેવામાં આવ્યા હોવાની બે પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી, જોકે તે બંને કેસ સંદર્ભમાં કોઈ આરોપીઓની અટકાયત થઈ નથી, અને તપાસ ચાલુ છે.

આ ઉપરાંત 2025 ની સાલમાં પણ અલગ અલગ બે કેસ નોંધાયા હતા, જેમાં એક વેપારીને ડિજિટલ એરેસ્ટ કરાયો હતો, અને તેની પાસેથી 1 કરોડ 30 લાખ જેવી માતબર રકમ ખંખેરી લેવામાં આવી હતી, પરંતુ સાયબર ક્રાઇમ સેલ ની ટીમે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જેની તપાસ ચાલી રહી છે.

Advertisement

આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટનો વધુ ગુન્હો સાયબર ક્રાઈમ પોલીસ માથકમાં નોંધાયો હતો, અને તેમાં પણ એક યુવાનને એરેસ્ટ કરીને તેની પાસેથી 2 કરોડ 69 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી, જે પ્રકરણમાં તાજેતરમાં પોલીસની ટીમ દ્વારા એક આરોપીને ઝડપી લેવાયો છે, અને આ પ્રકરણમાં પણ જુદા જુદા ચાર રાજ્યોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement