પેડક રોડ પર પૈસાની લેતી-દેતી મામલે વેપારી પર ચારનો હુમલો
હિસાબ સમજી લેવા માટે બોલાવી બેફામ ફટકાર્યો, હાથ ભાંગી જતા સારવારમાં
શહેરના સામાકાંઠે 40 ફૂટ રોડ ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા દિલીપભાઈ રસિકભાઈ લુણાગરિયા(ઉ.40)ને પૈસાની લેતી દેતી મામલે કિશન લીંબાશિયા,ઋત્વિક અને બે અજાણ્યા શખ્સોએ મારામારી હાથ ભાંગી નાખતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
દિલીપભાઈએ ફરિયાદમા જણાવ્યું હતું કે ત્રણેક મહિના અગાઉ મેં કિસન લીંબાસીયા ને ચાંદીમાં જોબવર્ક માટે વેક્સ ડિઝાઇન બનાવવા માટે આપ્યા બાદ તેમણે આ ડિઝાઇન બનાવી અને મને આપવાના બદલે માર્કેટમાં બહાર વેચી નાખી હતી.જે વર્કના આ કિશનને રૂૂપિયા 95000 આપવાના થતા હોય પરંતુ તેમણે મારી ડિઝાઇન મારી જાણ બહાર વેચી નાખેલ મેં તેમને ગુગલ પે મારફત રૂૂપિયા 86,000 આપી દીધેલ હતા અને બાદ નવ હજાર રૂૂપિયા બાકી હોય.
તેથી છેલ્લા બે દિવસથી આ રૂૂપિયા માટે ફોન કરતો હોય અને ગઈકાલ સાંજના આ કિશનને મારા પર ફોન આવેલ અને કહેલ કે પેડક રોડ પર મારી ઓફિસ પર આવી જા આપણો હિસાબ સમજી લઈએ એવું કહેતા હું પેડક રોડ પર આવેલ કિશનની ઓફિસે ગયો હતો.
બાદમાં બંને વચ્ચે આ પૈસા બાબતે રકઝક થયેલ એવામાં અચાનક મને ગાળાગાળી કરેલ અને દેકારો કરવા લાગ્યા હતા એટલામાં આ કિશનના મિત્ર ઋત્વિક તથા અન્ય બે અજાણ્યા તેમને જોઈએ હું ઓળખી જાવ તેઓ આવી ગયેલ અને કિશનને મને ગરદનના ભાગે મારી દીધું હતું તથા તેની સાથેના અન્ય બે એ ઢીકાપાટુનો માર મારતા હું ડરી જાવ બહાર ભાગી ગયેલ બાદ શરીરે દુખાવો થતો હોય તો 108 માં કોલ કરેલ તેથી 108 આવી જતા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.