રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બ્રાહ્મણિયાપરા, પીટીસી ગ્રાઉન્ડ અને ઘાંચીવાડ પાસેથી દારૂ-બીયરના જથ્થા સાથે ચાર ઝડપાયા

05:25 PM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા બ્રાહ્મણીયાપરા, ભાવનગર રોડ પર આવેલા પીટીસી ગ્રાઉન્ડ પાસે અને ઘાંચીવાડ પાસેથી દારૂ બિયરના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

વધુ વિગતો મુજબ, શહેરના થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન.જી.વાઘેલા, પી.એસ.આઇ. ચેતનસિંહ ચુડાસમા, એ.એસ.આઇ. દેવસિંહભાઇ ખાંભલા, ભરતસિંહ પરમાર, જયરાજસિંહ કોટીલા, કિરણભાઇ પરમાર સહિતના સ્ટાફે બાતમીના આધારે પીટીસી ગ્રાઉન્ડની સામે જાહેર રસ્તા પર જઇ રહેલી કારને અટકાવતા કારમાંથી જસદણમાં આવેલી ગેબનશાહ સોસાયટીમાં રહેતા રિજવાન કાદર પઠાણ અને જંગલેશ્ર્વર શેરી નં.24માં રહેતા આબીદ અલ્તાફ મોદીને ઝડપી કારમાંથી 71 દારૂની બોટલ બે મોબાઇલ અને કાર સાથે રૂા.1.44 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો.

જ્યારે બીજા દરોડામાં બી ડીવીઝનના વિશ્ર્વજિતસિંહ ઝાલા અને મોહસીનખાન મલેક સહિતના સ્ટાફે સામાકાંઠે પેડક રોડ પર આવેલા બ્રાહ્મણીયાપરા શેરી નં.8ના ખૂણા પાસેથી મયુર બાબુલાલ જીંજુવાડીયા (સોની)ને પકડી 30 બીયર સહિત રૂા.24,500નો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં એ ડીવીઝન પોલીસના ભગીરતસિંહ ઝાલા અને સંજયભાઇ ચૌહાણે બાતમીના આધારે નવી ઘાંચીવાડ નં.3/7ના ખૂણે રહેતા ધર્મેશ ઉર્ફે ધમો મનુભાઇ પરમારના મકાનમાં દરોડો પાડતા દારૂની 24 બોટલ મળી આવી હતી. આરોપી ધર્મેશને ઝડપી લીધો હતો. અગાઉ ધર્મેશ મારામારી, ધમકી સહિત પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement