ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે.ફરિયાદી અજિતભાઈ ભાગીયા, જેઓ હરીપર (ભૂ) ગામના રહેવાસી છે, તેમને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ પૂજાબેન તરીકે આપી હતી. શરૂૂઆતમાં વ્હોટ્સએપ પર સામાન્ય મેસેજથી વાતચીત શરૂૂ થઈ, જેમાં મહિલાએ પોતાના પતિ ટ્રક ડ્રાઈવર હોવાનું જણાવી મિત્રતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ હોસ્પિટલના બહાને મહિલા ફરિયાદીને રાજકોટ લઈ ગઈ હતી. ત્યાં પૂજાબેને પોતાનું સાચું નામ દિવ્યા હોવાનું જણાવ્યું હતું. છત્તર પાસે વાછકપર રોડ પર, એક સ્વિફ્ટ કારમાંથી પાંચ લોકોએ ફરિયાદી અને તેમના મિત્રનું અપહરણ કર્યું હતું.
આરોપીઓએ ફરિયાદીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યો અને 6 લાખ રૂૂપિયા પડાવ્યા હતા.પોલીસે દિવ્યાબેન ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ, તેના પતિ રમેશભાઈ કાળુભાઈ જાદવ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસમાં ચાર આરોપીઓ પકડાયા છે, જ્યારે બે હજુ ફરાર છે. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યાર બાદ યુવાનને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને પહેલા એક લાખ રૂૂપિયા પડાવી લીધા હતા અને પાંચ લાખ રૂૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે બાકીના રૂૂપિયા માટે કારખાનેદારને આવર નવાર ફોન કરવામાં આવતા હતા જેથી કરીને કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ (34) તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ (45) રહે. બંને ટંકારા, સંજયભાઈ ભિખાલાલ ડારા (24) રહે. ખેવારિયા મોરબી અને હાર્દીક કિશોરભાઈ મકવાણા (27) રહે. નાની વાવડી મોરબી વાળની ધરપકડ કરેલ છે. અને આ ગુનામાં હજુ રુત્વિકદિનેશભાઇ રાઠોડ રહે. ખેવારિયા મોરબી અને રણછોડભાઈ ભીખાભાઇ કરોતરા રહે. સજનપર વાળાને પકડવાના બાકી છે અને પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન અને એક ગાડી મળીને કુલ 8.25 લાખનો મુદામાલ કબજે કરેલ છે.