સોની બજારમાંથી એક કરોડનુ સોનું ચોરી કરી જનાર ચાર ઝડપાયા, આરોપી નવ દી’ના રીમાન્ડ પર
વેપારીની દુકાનમાંથી ચોરી કર્યા બાદ વતનમાં કારીગરે સોનુ વેંચી દીધું હતું
શહેરનાં સોની બજારમા પેઢી ધરાવતા તરુણભાઇ પાટડીયાની સોની બજારમા આવેલી જવેલર્સની દુકાનમા એક દિવસ કામ કર્યા બાદ બંગાળી કારીગર બીજા દીવસે 1 કરોડની કિંમતનુ 1349 ગ્રામનુ સોનુ તફડાવી ગયો હતો. આ ઘટનામા ક્રાઇમ બ્રાંચ અને એ ડીવીઝન પોલીસની ટીમ તપાસ ચલાવી રહી હતી . આ દરમ્યાન પોલીસે બંગાળી કારીગર સહીત 4 આરોપીને ઝડપી લઇ 8પ લાખનુ સોનુ જપ્ત કર્યુ હતુ અને આરોપીઓને કોર્ટ હવાલે કરતા આરોપીનાં 9 દીવસનાં રીમાન્ડ મંજુર થયા હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
પોલીસમાથી મળતી વિગતો મુજબ સોની બજારમા આવેલી તરુણભાઇની પેઢીમાથી સોનુ તફડાવી જનાર જીનોત ઉર્ફે સફીફુલ શેખ (રહે. ચેરાપુંજી રાજય મેઘાલય ) ને એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગર , પીએસઆઇ બી. આર સાવલીયા , એએસઆઇ એન. બી. જાડેજા, સંજયભાઇ ચૌહાણ અને પ્રકાશભાઇ તેમજ ક્રાઇમ બ્રાંચના જયરાજભાઇ કોટીલા, જીલુભાઇ ગળચર અને તુલસીભાઇ ચુડાસમા સહીતનાં સ્ટાફે મેઘાલયનાં ચેરાપુંજી શહેરમા પહોચી આરોપીને ઝડપી લીધો હતો.
તેમજ આ ઘટના બાદ આરોપીને કોર્ટમા રજુ કરવામા આવતા તેનાં 9 દીવસનાં રીમાન્ડ મંજુર થયા હતા. રીમાન્ડ દરમ્યાન આરોપી સફીફુલે કબુલ્યુ હતુ કે તેમણે ચોરી કરેલુ 1 કરોડનુ સોનુ પ. બંગાળનાં બોલઆગર ગામનાં સહાજન જલીલ મંડલ, રાજકોટનાં સોની બજારમા બોઘાણી શેરીમા કામ કરતા અને ત્યા રહેતા બંગાળી કારીગર પીન્ટુ ઇર્શાદઅલી શેખ અને પ. બંગાળનાં ઝાફર હુશેભાઇ શેખને સોનુ વેચી દીધુ હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે આ ત્રણેય વેપારીની પણ ધરપકડ કરી હતી. અને આરોપીઓ પાસેથી 1076.99 ગ્રામ સોનુ જેની કિમત રૂ. 85 લાખ થાય તે કબજે કરવામા આવ્યુ હતુ. હાલ આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામા આવી છે . અને વધુ સોનુ રીકવર કરવા તપાસ યથાવત હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.