મર્ડર, અપહરણ, દારૂ અને છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા ચાર આરોપી ઝબ્બે
રાજકોટ શહેરમાં પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે મર્ડર, અપહરણ, દારૂ અને છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીને ઝડપી લીધા હતાં.રાજકોટ શહેરની પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમના પીઆઈ સીએચ જાદવની રાહબરીમાં પીએસઆઈ જે.જી. તેરૈયા, એએસઆઈ અમૃતભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ચૌહાણ, સિરાજભાઈ ચાનિયા, યોગેન્દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા અને શાંતુબેન મુળિયા, સહિતના સ્ટાફે જૂનાગઢ શહેર રેલવે પોલીસ મથકના 1996ના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી છેલ્લા 10 વર્ષથી ફરાર થયેલા કેદી હાલ હળવદ તથા ટિકર ગામના વતની મુળ જંક્શન પ્લોટ ગાયકવાડીના લચ્છુ કેવડામલ ગુલવાણીને ઝડપી લઈ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
બીડીવીઝન વિસ્તારમાં અપહરણના ગુનામાં દોઢ વર્ષથી ફરાર વિકાસ ઉર્ફે વિકો કિશોરભાઈ પરમાર (રહે મુળ માર્કેટિંગ યાર્ડની પાછળ મંચાનગર રાજકોટ) હાલ પોરબંદર, જલારામ કોલોની પાસે આનંદ નગર કડિયા પ્લોટની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના દારૂના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા ચોટીલાના પંચવડાના રાજુ વેલા મકવાણાને ઝડપી ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામા આવ્યો હતો.
ત્યાર બાદ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ મથકમાં 2002માં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં 22 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા નૈમિષ વિનોદભાઈ કાથરાણી (રહે ઉના ફ્લેટ નં. 103 એવીંગ 18 ગાયકવાડ નગર પુનાવાલે પૂણે મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી ભક્તિનગર પોલીસને હવાલે કર્યો હતો.