ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઓસમાણ હિંગોરાની પાસા તળે ધરપકડ
રાજકોટ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં અસામાજીક પ્રવૃતી કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ ના માર્ગદર્શન અને સુચના મુજબ રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂૂ-જુગાર, શરીર સબંધી ગુન્હાઓ, મિલ્કત સબંધી ગુન્હાઓ, ગેરકાયદેસર ખનન તેમજ વારંવાર ગુન્હાઓ કરવાની ટેવવાળા ઇસમો વિરુધ્ધ પાસા (ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશીયલ એકટીવીટીઝ એકટ-1985) તળે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જેથી ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાં અવાર-નવાર જુગારનો અખાડો ચલાવવાની પ્રવૃતીમાં પકડાયેલ આરોપી રજાક ઉર્ફે બાવલો ઓસમાણભાઇ હિંગોરા જાતે-સંધી ઉ.વ.54 રહે સ્મશાન રોડ, ધરારના ડેલા પાસે, ઉપલેટા જી.રાજકોટ વાળા વિરૂૂધ્ધ પોલીસ ઇન્સ્પેકટર બી.આર.પટેલ ઉપલેટા પો.સ્ટે. નાઓ દ્રારા અવાર-નવાર જુગારનો અખાડો ચલાવવાના ગુન્હા આચરનાર ઇસમ વિરૂૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ તરફ મોકલતા રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષી દ્રારા મજકુર ઇસમની પાસા મંજુર કરી મજકુર ઇસમને સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલજેથી એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ તથા એલ.સી.બી.ટીમ દ્રારા મજકુર ઇસમને ઉપલેટાથી શોધી પાસા અટકાયતના હુકમની બજવણી કરી મજકુર ઇસમને ઉપલેટા પો.સ્ટે. ના પોલીસ ટીમ દ્વારા પોલીસ જાપ્તા સાથે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે .