પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસે રૂા. બે કરોડની ખંડણીની માંગણી
પરિચિત શખ્સો જ નીકળતા ફરિયાદ કરવાનું ટાળ્યું
પોરબંદર વિસ્તાર નાં પુર્વ સાંસદ અને ગોંડલ રહેતા રમેશભાઈ ધડુક પાસે જશદણ નાં શખ્સ નાં નામે બે કરોડ ની ખંડણી મંગાયાની ઘટના સામે આવીછે.અલબત્ત ખંડણી માંગનારા બે યુવાનો નવાનિશાળીયા હતા.અને રમેશભાઈ ધડુક નાં સબંધીનાં પુત્ર હોય તપાસ નાં અંતે પુર્વ સાંસદ રમેશભાઈ ધડુકે મોટુ મન રાખી કહેવાતા ખંડણીખોરો ને માફી આપતા પોલીસ ફરિયાદ થઇ નથી.ખંડણીની ઘટના ગોંડલ માં ટોક ઓફ ટાઉન બનીછે. પ્રાપ્ત વિગત મુજબ પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક ને કોઈએ ફોન કરી બે કરોડની ખંડણી માંગી હતી.ખંડણી માંગનારે અશરફ જશદણ થી બોલુ છુ. તેવુ કહ્યુ હતુ. દરમિયાન રમેશભાઈ ધડુકે તપાસ કરતા ફોન પર ખંડણી માંગનાર ગોંડલ નાં પાટીદાર યુવાનો સચીન અને જયદીપ હોવાનું અને બન્ને રમેશભાઈ નાં નજદીકી સબંધી નાં પુત્ર હોવાનું ખુલતા બન્ને કોઈ ક્રીમીનલ માઇન્ડ ના ધરાવતા હોવાનું જાણી રમેશભાઈ ધડુકે મોટુમન રાખી ભવિષ્ય માં આવા ગૌરખધંધા નહી કરવાની શિખામણ આપી માફ કરતા મામલો સુલટાયો હતો.અને પોલીસ ફરિયાદ પણ થઈ નથી. બનાવ ની જાણ શહેર માં પ્રસરી જતા બનાવ ચર્ચાનો વિષય બની હતી.