For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મ

12:07 PM Oct 21, 2025 IST | admin
રાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મ

રાપરના ખાનગી અભ્યાસ સ઼કુલમાં મધ્યાન ભોજનની રસોઇ બનાવવા અને કપડા ધોવા જતી પરિણીતાને બાળકોને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી શાળાના પૂર્વ ગૃહપતિએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ ભોગ બનનારે રાપર પોલીસ મથકે નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

ભોગ બનનાર પરિણિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજ થી આશરે પાંચેક વર્ષ પહેલા તેઓ રાપરની બહાર આવેલા ખાનગી અભ્યાસંકુલમાં મધ્યાહન ભોજન રસોઇ બનાવવાની તથા શાળાની છાત્રાલયમા રહેતા બાળકોના કપડાંઓ ધોવાનુ કામ કરતી હતી અને મારા પતિ રાપર શહેરમા મજુરીકામ કરવા માટે જતા હતા
અને આ શાળાના છાત્રાલયમા તે સમયે ગૃહપતિ તરીકે નોકરી કરતા રામાભાઇ પેથાભાઇ ડોડીયા સાથે ઓળખાણ થયેલ હતી અને તે મારી સાથે અવાર નવાર વાતચીતો કરતો હોય અને મારા પતિ જયારે કામ ઉપર જતા હતા તે વખતે તે મારા રૂૂમે આવતો અને મારી સાથે વાતચીતો કરતો હતો અને તે મારી સાથે સબંધ રાખવા માંગતો હોય અને મારી સાથે લગ્ન કરવાની અવાર નવાર લાલચ આપતો હતો અને એક દિવસ તેણે બળજબરી પૂર્વક ધાકધમકી કરી દુષ્કર્મ આચર્યા બાદ તે બાળકોને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો તેમ જણાવી ધમકીઓથી ડરી ગયેલી હોઇ તેણે પોતાની ફરિયાદ મોડી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement