SOGના નામે GRDના પૂર્વ જવાનનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી ઘર અને હોટલમાં લઇ જઇ શરીરસંબધ બાંધ્યો
ત્યકતાએ સંબંધ તોડી નાખતા નગ્ન વીડિયો વાઇરલ કર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક પાસે રહેતી એક ત્યકતા ઉપર એસઓજીના પુર્વ જીઆરડી જવાને એસઓજીના નામે તેને ફસાવી હોટલ અને તેના ઘરે દુષ્કર્મ ગુજારી તેના સાથે લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી તેની સાથે સંબધ બાંધ્યો હતો.
મહીલાએ સંબધ તોડી નાખતા તેના નગ્ન વીડીયો વાયરલ કરી દીધા હતા. સમગ્ર મામલે પોલીસ ફરીયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જીઆરડીના પુર્વ જવાનની શોધખોળ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ 35 વર્ષીય વણિક મહીલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તે હાલ તેની પુત્રી સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે.
તેના પતિ આફ્રિકા રહે છે. તેની સાથે મનમેળ નહીં આવતા છુટાછેડા લીધા હોય હાલ પુત્રી સાથે રહેતી આ 3પ વર્ષીય મહીલાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે આશિષ રાવલનુ નામ આપ્યુ છે.
મહીલાના ઘરે તેની એક સહેલી આવી હતી. જેની સાથે છેતરપીંડી થઇ હોય અને આશિષ રાવલે છેતરપીંડી કર્યાનુ જણાવી આશિષની પત્નીના નંબર આપ્યા હોય જેની સાથે ભોગ બનનાર મહીલાએ વાતચીત કરી હોય તેથી આશિષે તેની પત્નીના મોબાઇલમાંથી મહીલાના નંબર લઇ વાતચીત કરી હતી અને પોતે એસઓજીમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપી હતી.
જે બાદ બંને વચ્ચે પરિચય થયો હતો. આશિષે મહીલાને પોતે પત્ની સાથે છુટાછેડા લઇ લીધેલ છે અને તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી અને ત્યારબાદ આશિષે ત્યકતા ઘરે અને હોટલમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
મહિલાને આશિષ રાવલ તેની પત્ની સાથે રહેતો હોવાનુ જાણવા મળતા અને આશિષનુ ચારિત્ર્ય શંકાસીલ લાગતા લગ્ન કરવાની ના પાડી દેતા આશિષે મહીલાના ઘરે જઇને માથાકુટ કરી હતી અને મહીલાના નગ્ન ફોટા તેના પિતાના મોકલી વાયરલ કર્યા હતા. તેમજ લીમડા ચોક પાસે પણ મહીલાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ બાબતે અંતે મહીલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આશિષ રાવલ સામે ગુનો નોંધાયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આશિષ રાવલ અગાઉ એસઓજીમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તેની હેડ કવાર્ટરમાં બદલી થઇ હોય હેડ કવાર્ટરના એમટી વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે માથાકુટ કરતા તેમને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.