For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડ

11:39 AM Apr 15, 2025 IST | Bhumika
ગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ દંડ

ગોંડલની સબ પોસ્ટ ઓફીસમા બચત ખાતું ધરાવતા ખાતેદારોનાં ખાતામાથી રૂ. 1 લાખથી વધુ રકમ ઉપાડી ઠગાઇ કરવાના કેસમા તત્કાલીન પોસ્ટ માસ્તરને ગોંડલ કોર્ટ એ ત્રણ વર્ષની કેદ અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.
આ અંગેની વિગતો મુજબ તા. 11/12/81 નાં રોજ ગોંડલ કોલેજ ચોક પોસ્ટ ઓફીસમા બચત ખાતુ ધરાવતા ભગવતીબેન જેઠાભાઇ ડોડીયા એ પોસ્ટ ઓફીસમા રજુઆત કરી કે તેમની પાસબુકમા કોઇ ઉપાડ રકમ બોલતી નથી કે તેઓએ કોઇ રકમ ઉપાડી ન હોવા છતા પોસ્ટ ઓફીસમા તેમના ખાતામા રૂ. રપ હજાર ઉપાડી ગયાનુ જણાવ્યુ છે .

Advertisement

આ રજુઆતથી પોસ્ટ ઓફીસનાં અધીકારીઓએ આ અંગેની તપાસ કરતા તે સમયનાં ગોંડલ કોલેજ ચોક પોસ્ટ ઓફીસનાં પોસ્ટ માસ્તર દિલીપસિંહ હરભમજી ઝાલા એ આ ખાતામાથી અલગ અલગ સમયે કુલ રૂ. રપ હજાર ઉપાડી લીધાનુ ખુલ્લુ હતુ અને તેઓએ આ રકમ પોસ્ટમા પરત ભરી દેવાનુ જણાવી આ રકમ ભરી દીધી હતી વધુમા પોસ્ટ ઓફીસ દ્વારા તપાસ કરવામા આવતા આ ખાતા ઉપરાંત બીજા અલગ અલગ કુલ 15 ખાતેદારોનાં ખાતામાથી આ જ રીતે દિલીપસિંહ ઝાલાએ ખાતેદારોના ખાતામાથી કુલ રૂ. 87680 જેવી રકમ ઉપાડી લીધાનુ ખુલતા પોસ્ટ ઓફીસનાં સુપ્રીન્ટેન્ડન્ટ એન. એ. ઠકકરે દિલીપસિંહ ઝાલા સામે 1982 મા ગોંડલ સીટી પોલીસ મથકમા ફરીયાદ આપી હતી તે સમયનાં પીએસઆઇ તથા પીઆઇ અને ડીવાયએસપીએ આરોપી સામે તપાસ કરી તેની અટક કરી કોર્ટમા ચાર્જશીટ રજુ કર્યુ હતુ.

જેનો કેસ ગોંડલની ચીફ કોર્ટમા ચાલી જતા ફરીયાદ પક્ષે સરકારી વકીલ જગદીશ એમ. સખણપરાની દલીલ તથા તેમણે રજુ કરેલા ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઇ આરોપીને ગોંડલનાં ચીફ કોર્ટનાં જજ એમ. એસ. દવે એ આરોપી સામેનો કેસ સાબીત માની આરોપીને ત્રણ વર્ષની કેદ તથા રૂ. 10 હજારનો દંડનો હુકમ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement