જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલો
મગફળીનો ઉતારો રિજેકટ થતા ખેડૂતે લેખિતમા માંગતા મામલો બિચકયો
જામનગરના જોડીયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી વિવાદમાં આવી છે. ટેકાના ભાવે વેચાણ માટે આવેલ મગફળી રિજેક્ટ થતાં ખેડૂતે લેખિત માંગતા મામલો બિચકાયો હતો. અને ખેડૂત પર જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર મયુર ચનીયારાએ હુમલો કર્યો હતો. મયુર ચનીયારા હાલ જોડિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છે. આ મારામારીની ઘટનામાં જોડિયા પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં ખેડૂતે કોર્ટમાં અરજી કરી હતી.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહેશભાઈ થોભણભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 48, રહે. વીર સાવરકરનગર, મુખ્ય મંત્રી ગૃહ યોજના(રૂૂડા), અવધ રોડ કાલાવડ રોડ, રાજકોટ) એ ફરિયાદમાં જણાવ્યુ હતું કે પોતે એસ.ટી. વીભાગમાં ક્ધડકટર તરીકે નોકરી કરે છે.તેઓએ જોડીયા તાલુકાના આણંદ ગામે આવેલ ખેતીની જમીનમાં મગફળીનું વાવેતર કરેલ હોય તે ખેતીની જમીનમાં આશરે 200 મણ જેટલી મગફળીનું ઉત્પાદન થયેલ હોય.
જે મગફળી ટેકાના ભાવે વેચવા માટે ગત તા.19/11/2024 ના રોજ જોડીયા માર્કેટીંગ યાર્ડ ખાતે બપોરના પોણા બારેક વાગ્યે ગયેલ. સાથે ખેતીની જમીન ભાગમાં વાવેતર કરવા માટે આપેલ માણસો તથા કુટુંબીભાઈ રસીકભાઈ તથા રમેશભાઈ પણ સાથે યાર્ડમાં વેચાણ માટે આવેલ હતા. અને મગફળી યાર્ડમા ઉતારેલ હતી. આ મગફળીના બે ઢગલા કરેલ હતા. જેમા એક ઢગલામાંથી ઉતારો લઈ તે મગફળી વિરેન્દ્ર તથા અન્ય બે માણસોએ મંજુર કરેલ અને બીજા ઢગલામાંથી ઉતારો લઈ તે મગફળી વિરેન્દ્રએ રિજેકટ કરેલ હતી. જેથી મે તેને કહેલ કે તમે મારી મગફળી રિજેકટ કરેલ છે તે મને લેખીતમાં આપો. તેથી અમે અમારી મગફળી લઈને અહીંથી જતા રહીશુ તેમ વાત કરેલ હતી. ત્યારે વિરેન્દ્રએ કહેલ કે આ બાબતે કોઈ લેખીતમાં આપવાનું ન હોય તેમ કહેલ. અને તેને મયુર ચનિયારાને ફોન કરી આ બાબતની જાણ કરેલ. ત્યાર બાદ મયુર ચનીયારા ત્યાં આવેલ.
અને મને કહેલ કે મગફળીનો ઉતારો રીજેકટ કરી તેવું તમારે લેખીત મા જોઈએ છે? એવુ કટાક્ષમાં બોલેલ અને બીજા માણસોને કહેલ કે આમને ઉતારાની કોપી આપી દો તમારા જેવા તો અહીં ઘણા બધા આવે છે. અમે લેખિતમાં આપવા માટે નવરા નથી એવુ ઉંચા અવાજે બોલેલ. જેથી મે રિકવેસ્ટ કરેલ કે હું ફકત મગફળીના ઉતારાની લેખિતમાં કોપી માંગુ છુ બીજુ કાંઈ માંગતો નથી. એમ કહેતા આ મયુર એકદમ ઉશ્કેરાય ગયેલ. અને મારી સાથે હાથ ચાલાકી કરેલ. અને ઢિકા પાટુનો માર મારી માથાના ભાગે મારવા લગેલ. અને બેફામ અપશબ્દો બોલવા લાગેલ. તેવામાં મને ચકકર આવતા જોડિયા રેફરલ હોસ્પિટલમાં ગયેલ. બાદ જોડિયા પોલીસ મથકે મયુર ચનિયારા વિરૂૂદ્ધ ફરિયાદ કરી હતી. જોડીયા પંથકમાં મયુર ચાનીયારાનો દબદબો હોવાથી પોલીસે પણ ફરિયાદ ન નોંધી મયુર વિરૂૂદ્ધ કોઈ કાર્યવાહિ કરી ન હોવાનું ખેડુતે આક્ષેપ કર્યો હતો.