તળાજામાં પ્રેમિકાને મળવા જતા પૂર્વ નગરસેવકની હત્યા
પ્રેમિકાના પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ, મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર જિલ્લાના તળાજા વોર્ડ-2 ના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા અને જિલ્લા દલિત સમાજના પ્રશ્નો ને લઈ અવાજ ઉઠાવતા પૂર્વ નગર સેવક સુનિલ ખોડાભાઈ ચૌહાણ ની મહુવાના નૂતન નગર,શાળા પાસે સરાજાહેર તીક્ષ્ણ હથિયાર ને પેટમા ઉપરા છાપરરિ ઘા ઝીકી ને જીવલેણ હુમલો કરવામાં આવ્યો.હનુમંત હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી સુનિલ ચૌહાણ ને વધુ સારવાર ની જરૂૂર હોય ભાવનગર રીફર કરવામાં આવેલ.એમ્બ્યુલન્સ મા સુનિલભાઈ ચૌહણ ને ભાવનગર લઈ જવાતા હતા ત્યારે લોંગડી ટોલ નાકા પાસે પહોંચતા હાલત વધુ ખરાબ થતા એમ્બ્યુલન્સ ના ચાલક એ ઇજાગ્રસ્ત ના પુત્ર પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ ને મોબાઈલ થી જાણ કરતા તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામા આવતા અહીં ફરજ પરના ડોકટર એ મૃત જાહેર કરતા બનાવ હત્યામા પરિણમ્યો હતો.અહીંથી પોસ્ટમોર્ટમ માટે ભાવનગર રાત્રે 3 વાગે મોકલવામાં આવેલ.
પિતા ની હત્યા ના પગલે ચાર પુત્ર પૈકીના મોટા પુત્ર પ્રિન્સ ચૌહાણ ઉ.વ.25 મહુવા ગામના પોતાનાજ સમાજના હરેશ ઉર્ફે ડામરીયો જીવણભાઈ ચૌહણ તથા કુલદીપ ઉર્ફે જીગો ભુપતભાઈ ચૌહણ વિરુદ્ધ પિતા સુનિલભાઈ ચૌહાણ ની તીક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી હત્યા નિપજાવવા નો આરોપ લગાવ્યો છે.
ફરિયાદીની ફરિયાદ મુજબ મહુવા નૂતન નગરમાં રહેતા સુંદરબેન રૂૂપાભાઈ વાઘેલા જે ઇજાગ્રસ્ત સુનિલ ચૌહણ ને એમ્બ્યુલન્સ મા લઈને તળાજા આવ્યા હતા.તેઓએ ફરિયાદી ને જણાવેલ કે દીકરી કાજલ ને સુનિલભાઈ બાઈક લઈ ને મળવા આવતા હતા. રાત્રે બાઈકપર ઘરથી આગળ પસાર થતા હતા ત્યારે આ ખૂની ખેલ ખેલાયો. જેને લઈ દેકારો થતા કાજલબેન,તેનો દીકરો કૃણાલ અને સુંદરબેન વચ્ચે પડ્યા હતા.જેમા કાજલબેન ને છરી વાગી ગયેલ છે.વૃદ્ધા સુંદરબેન ને પણ હત્યારાઓએ ઢીકાપાટુ નો માર મારેલ હતો.
બનાવના કારણમાં ફરિયાદી એ જણાવ્યું છેકે પોતાના પિતા ને મહુવા રહેતી કાજલ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો.કાજલ ને અગાઉ આરોપી હરેશ ઉર્ફે ડામરીયા સાથે પ્રેમ સંબધ હતો તેં બાબતે આ હત્યા કરવામાં આવી છે.જેને લઈ એક હત્યારો હરેશ ગિરફ્તાર થઈ ગયો છે જ્યારે બીજા ને શોધવા માટે અલગ અલગ ટિમો કામે લાગી છે.
બનાવ અંગે વધુ જાણવા મળતી વિગતો મુજબ કાજલ ગઈકાલે બપોરે અહીં તળાજા આવેલ હતી.સુનિલ અને કાજલ બંને એકધાબા પર અહીં સાથે જમ્યા હતા.બાદ પૂર્વ નગરસેવક અશોકભાઈ ચૌહણ જે મૃતક સુનિલ ના માસીના દીકરા થતા હોય તેઓની બાઈક લઈ મહુવા ગયા હતા.અશોકભાઈ એ વધુમા જણાવ્યું હતુ કે હમણાં આવું તેમ કહી સુનિલ બાઈક લઈ ગયેલ.બાદ સાંજે 5 વાગ્યા બાદ ફોન કરેલ ત્યારે રિસીવ કરેલ બાદ સાંજે 7 વાગ્યા બાદ ફોન કરેલ ત્યારે રિસીવ કરેલ હતો નહિ.દીકરાઓ એ રાત્રે ફોન કરેલ તે સમયે પણ પિતાએ ફોન રિસીવ કરેલ હતો નહિ. ચાર ચાર સંતાનોના પિતા ના અનૈતિક સંબંધો નો અંજામ અનૈતિક આવ્યો છે.
ખૂની ખેલના ત્રણ સાક્ષી, સીસીટીવી ફૂટેજ પણ
ફરિયાદ મુજબ તળાજા ના પૂર્વ નગર સેવક ની હત્યાને લઈ ત્રણ વ્યક્તિ એ ખૂની ખેલ નઝરે નિહાળ્યો છે.એટલુંજ નહિ મહિલા ઘાયલ થઈ છે તો તેની માતા ને પણ હત્યારા એ મૂંઢ માર મારેલ.ખૂની ખેલ ના ત્રણ સાક્ષીઓ ની જુબાની કોર્ટમાં મહત્વ ની બની રહેશે.પોલીસે સ્થળપરના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે.એ ઉપરાંત માસી ના દીકરા ની બાઈક જે તળાજા થી લઈ મૃતક ગયેલ એ બાઈક સ્થળપર થી પોલીસે કબ્જે લીધી હોય બાઈકના માલિક નું પણ કોર્ટમાં નિવેદન કેસ અને પુરાવા નો ભાગ બની રહેશે.