પત્ની-બાળકોનો હત્યારો ફોરેસ્ટ અધિકારી સાત દિ’ના રિમાન્ડ પર
ભાવનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી ઘટનામાં પત્ની અને બે માસુમ બાળકોની ક્રૂર હત્યા કરનાર જંગલ ખાતાના અધિકારી શૈલેષ ખાંભલા ને પોલીસે ઝડપી લીધો હતો અને આજરોજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે . ભાવનગરમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા શૈલેષ ખાંભલા એ એના પત્ની નયનાબેન અને બે માસુમ બાળકો ની ઓશીકું દબાવી હત્યા કરી પોતાના ઘરની નજીક ત્રણેય લાશોને ખાડામાં દાટી ગઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવનીતપાસ ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા એલસીબી ને સોંપાતા એલસીબી તેમજ ભરતનગર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગુમ થયાની ફરિયાદ કરનાર શૈલેષ ખાંભલા ખુદ હથિયારો નીકળ્યો છે અને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ભાવનગર શહેરના તળાજા રોડ ઉપર ફોરેસ્ટ કોલોની માં રહેતા શૈલેષ ખાંભલા એ તેના પત્ની અને બે બાળકોની હત્યા ની ઘટના બનતા સમગ્ર સમાજ તેમજ રબારી સમાજ દ્વારા આરોપી સામે ફિટકાર વર્ષાવી છે. પોલીસે આજે આરોપીને આરોપીને કોર્ટમાં રજૂ કરતા સમાજના લોકો ભાવનગર કોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ફાંસી આપોના નારા લગાવ્યા હતા.
ભાવનગર શહેરમાં પત્ની અને બે માસુમ બાળકોની હત્યાના ગુનામાં પોલીસે આરોપી પતિ શૈલેષ ખાંભલા ને ઝડપી લીધો છે .જે બનાવમાં આરોપીના પિતા ભગવાનભાઈ બચુભાઈ એ વિડયો મારફત કહ્યું છે કે આ બનાવથી મારા પરિવારનો પંખીડાનો માળો વિખાઈ ગયો છે મારો દીકરો શૈલેષ અથવા અન્ય કોઈ આરોપી આમાં સામેલ હોય તો તેને સમાજમાં દાખલો બેસાડવા કડકમાં કડક સજા કરવામાં આવે.