ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાડલા ભંડારિયા પાસે 41 લાખનો વિદેશી દારૂ પકડાયો

12:12 PM May 05, 2025 IST | Bhumika
Advertisement

જસદણના ભાડલાના ભંડારિયા ગામ પાસે ગઢડિયાજામ જવાના રસ્તે ગ્રામ્ય એલસીબી અને ભાડલા પોલીસે સંયુક્ત દરોડો પાડી 41 લાખના દારૂ સાથેનો ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ સહિત રૂા. 51 લાખનો મુદ્દામાલ કબ્જેકર્યો હતો. આ દારૂનો જથ્થો પાઉડરની આડમાં છુપાવી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

Advertisement

મળતી વિગતો મુજબ ભાડલાથી થોડે દૂર ભંડારિયા ગામ નજીક ગઢડિયા જામ જવાના રસ્તે દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ભાડલા પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ટ્રેઈલર ટ્રક નંબર આર.જે. 52 જીએ 4012માં પાઉડરની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અને બીયરના જથ્થાની ગણતરી કરતા 41 લાખનો દારૂ બિયર તથા ટ્રક મળી કુલ 51.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરામાં ઈન્દ્રપ્રસ્થ કોલોનીમાં રહેતા મહેશકુમાર પ્રભુદયાલ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના સપ્લાયર અમિત કુમાર મહેશકુમાર શર્માએ મોકલ્યો હતો. આ મામલે દારૂ મંગાવનાર બુટલેગર તથા દારૂ ભરી આપનાર અને મોકલનાર સહિત સામે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી. ગોહિલ, ભાડલાના પીએસઆઈ જે.એચ. સિસોદિયા સાથે સાયબર ક્રાઈમના જયવીરસિંહ રાણા, એલસીબીના અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઈ બાવળિયા, વાઘાભાઈ આલ, રસિકભાઈ જમોડ, મહિપાલસિંહ ચુડાસમા, ભાડલાના અંકિતભાઈ ગામીત, નિલેશભાઈ ઝાપડિયા, જયેશભાઈ ચાવડા, સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
Bhadla BhandariaBhadla Bhandaria newscrimeforeign liquorgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement