ઓખા મંડળમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા: ચાર શખ્સો ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ સામે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં એલસીબીની ટીમે સોમવારે ઓખા તેમજ મીઠાપુર વિસ્તારમાં દરોડાની કાર્યવાહીમાં એક શખ્સને વિદેશી દારૂૂની 132 બોટલ સાથે દબોચી લીધો હતો. આ પ્રકરણમાં ચાર શખ્સો ફરાર જાહેર થયા છે.
આ અંગે એલ.સી.બી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલ.સી.બી. વિભાગની ટીમ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સીંગરખીયા અને એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા સોમવારે ઓખા નજીકના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના શખ્સને રૂૂપિયા 1,04,400 ની કિંમતની વિદેશી દારૂૂની 108 બોટલ તેમજ રૂૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન અને રૂૂ. 25,000 ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂૂપિયા 1,75,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.અન્ય એક કાર્યવાહીમાં એલસીબીની ટીમે રૂૂ. 30,000 ની કિંમતની 24 બોટલ દારૂૂનો જથ્થો હમુસર ગામના કિશનભા ધાંધાભા માણેકના રહેણાંક મકાનમાંથી દરોડા દરમિયાન કબજે કર્યો હતો.
આ દારૂૂ ઉપરોક્ત આરોપી રમેશભા ભારાભા હાથલએ જામજોધપુર તાલુકાના રાજુ મુરુ કોડીયાતર પાસેથી મંગાવીને આપ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જેથી આ પ્રકરણમાં કિશનભા માણેક અને રાજુ મુરુ કોડીયાતરને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બંને કેસમાં એલસીબી પોલીસે કુલ રૂૂપિયા 1,70,400 ની કિંમતની 132 બોટલ વિદેશી દારૂૂ સહિત કુલ રૂૂપિયા 2,05,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સિંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, પ્રવીણભાઈ માડમ, ક્રિપાલસિંહ ચૌહાણ તથા હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.