ભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 372 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પરવડી ગામની સીમમાં આવેલ બાબુભાઈ મકાભાઈ ખેનીની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા બે ઈસમોએ વિદેશી દારૂૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે વાડીમાં દરોડો પાડી કપાસના પાકમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 372 બોટલ, કિં43,920 સાથે દિનેશ માવસિંગભાઈ ડૂભીલ (રહે. મૂળ રામાપલસાદી ગામ તા.નસવાડી, જિ. છોટા ઉદેપુર, હાલ પરવાડી ) ને ઝડપી લીધો હતો. વિદેશી દારૂૂ સાથે ઝડપાયેલા ઇસમની પૂછપરછ કરતા વિદેશી દારૂૂનો આ જથ્થો રેમત કેમાભાઈ ડૂભીલ ( રહે રામપલસાદી ગામ, તા.નસવાડી, જિ.છોટાઉદેપુર, હાલ પરવડી તા. ગારીયાધાર) એ મંગાવેલો હોવાનું જણાવતા એલસીબી પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.