માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયો
6000 હજારથી વધુ દારૂ-બિયરના જથ્થા સહિત 26 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત
માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો એલસીબી ટીમે ઝડપી લીધો હતો ડમ્પરમાંથી 10.83 લાખનો દારૂૂ અને બીયરનો જથ્થો તેમજ ડમ્પર સહીત 25.93 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તરફથી માળિયા એક ડમ્પર જીજે 36 વી 5003 આવતું હોય જેના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમી મળી હતી જેથી ટીમે માળિયા ભીમસર ચોકડી નજીક ઓવરબ્રિજ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી અને ડમ્પર પસાર થતા રોકીને ચેક કર્યું હતું.
ડમ્પરમાંથી વ્હીસ્કી 180 મિલીના 4320 ચપલા કીમત રૂૂ 5,18,400 તેમજ બીયરના 2568 ટીન કીમત રૂૂ 5,64,960 મળી આવ્યા હતા જેથી એલસીબી ટીમે દારૂૂ અને બીયરનો જથ્થો તેમજ ડમ્પર કીમત રૂૂ 15 લાખ અને બે મોબાઈલ કીમત રૂૂ 10 હજાર સહીત કુલ રૂૂ 25,93,360 નો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીએ આરોપી ડમ્પર ચાલક ચુનીલાલ અમેદારામ હુડા રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તેમજ માલ મોકલનાર આરોપી વિજય જેન્તીભાઈ પટેલ રહે દેવળિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.