1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટ
ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં થયેલા સાયબર ફ્રોડ કેસમાં 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે આરોપીએ 1550 કરોડ રૂૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હતું. જેના અનુસંધાને દોઢ લાખ પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
એક બે પેજ નહી પરંતુ એક લાખ 50 હજાર પાનાની પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેશમાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ છે. થોડા દિવસ પહેલા ઉધનામાં 1550 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ઝડપાયું હતુ. જે કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી કિરાત જાદવાણી, દિવ્યેશ ચકરાણી સહિતના ચાર આરોપીઓ વિરૂૂદ્ધ 200થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.બેંક એકાઉન્ટ ખોલાવવામાં આરોપીઓ દ્વારા ખાસ ખઘ અપનાવાવમાં આવી હતી. જે ખઘ અંગેના પુરાવા પણ એકત્ર કરી ચાર્જશીટ રજુ કર્યા હતા.
આરોપીઓ પાસે મળી આવેલ 165 બેંક એકાઉન્ટ સામે ગઈછ પોર્ટલ પર 2500 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી 37 ફરિયાદ સુરતની છે. 22 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરતની ઉધના પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા. જેના થકી ઉધના પોલીસે 1550 કરોડ રૂૂપિયાના સાઇબર ફ્રોડના રેકેટ સુધી પહોંચી હતી. ઉધના પોલીસને શંકાસ્પદ વ્યક્તિ વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો.
જેના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી હતી. આરોપીઓ પાસેથી 165 જેટલા કરંટ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. આરોપીઓની કડક પૂછપરછ અને તપાસ દરમિયાન છઇક બેંકના આઠ કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી હતી. મુખ્ય આરોપી કિરાત જાધવાણી અને તેના સાથીદારોએ આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. છઇક બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં બે લાખ રૂૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી.