હેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇ
નાસ્તો કરવા આવતા શખ્સ સામે મિત્રતા થઇ, પોતાના ડોક્યુમેન્ટ પર બે મોબાઇલ, વોશિંગ મશીન અને કારની લોન લઇ હપ્તા ભરવામાં હાથ ઉંચા કરી દીધા
શહેરના નાણાવટી ચોક નજીક ધરમનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા હિતેષભાઇ જેઠાલાલ ચૌહાણ(ઉ.વ.42) સાથે મિત્રતા કેળવી મીહીરભાઇ અશ્વીનભાઈ વાયા(રહે. માધાપર પોસ્ટ ઓફીસ પાસે સેલેનીયમ હાઇટસ 301 ઇ-વીંગ ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં રાજકોટ વાળા)એ હિતેશભાઈના ડોક્યુમેન્ટ પર બે મોબાઈલ, વોશિંગ મશીન અને કાર લોન લઇ હપ્તા નહીં ભરી 12,92,324 છેતરપીંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
હિતેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ મારી હેમુ ગઢવી હોલની પાછળ ખાવ ગલીમાં આવેલ ઇડલી સંભારની લારીએ મીહીરભાઇ અશ્વીનભાઈ વાયા નાસ્તો કરવા માટે આવતા હોય જેથી મારે તેમની સાથે પરીચય થયેલ હોય આ દરમ્યાન અમારી બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી અને આ મીહીરભાઈએ મને એક વાર અમારી રેકડીએ આવીને કહેલ કે તમે મને રૂૂપીયા આપો તો હું તમને એક લાખ રૂૂપીયા ઉપર પાંચ હજાર કમીશન આપીશ તેવી લાલચ આપની મને કહેલ તમે મને મોબાઇલ ફોન લઇ આપો જેના હપ્તા હું ભરી આપીશ.
જેથી મેં તા.02/05 ના રોજ આઇફોન 14 પ્રો મેકસ ઉમીયા મોબાઇલ એસ્ટ્રોન ચોક ખાતે થી લઇ આપેલ જેનુ ડી.પી. તેમને ભરેલ હતુ અને જે ફોન ઉપર બાકી રહેતા રૂૂપીયા અંદાજીત 88,000/- ની બજાજ ફાઈનાન્સની મારા નામ ઉપર લોન કરાવેલ જે લોનના 9 હપ્તા રૂૂપીયા 9778/- ના કરેલ હતા.બીજા દીવસે તે મારી લારી આવેલ હોય જેથી મેં ગઇ તા.03/05/2024 ના રોજ મારા મોબાઇલ ફોનમાં પુનાવાલા ફીન કોર્પ માંથી લોન લીધેલ જેના રૂૂપીયા 2,89, 765/મારા ખાતામાં જમા થયેલ હતા જે લોનના રૂૂપીયા મેં આ મીહીરભાઈના કહેવાથી મારા ખાતામાંથી તેમના એકાઉન્ટમાં ગુગલ પે થી કટકે કટકે કુલ 1,00,000/- રૂૂપીયા ટ્રાન્સફર કરેલ હતા અને બાકીના 1,50,000/- રૂૂપીયા ચેક થી ઉપાડેલ હતા.
ત્યારબાદ ફરી એક મોબાઇલ લેવો હોય જેથી 1.29 લાખનો ફોન લઇ બાદમા 1.38 લાખની મારા જ ડોકયુમેન્ટ પર લોન લીધી હતી. અને અયોધ્યા ચોક પાસે આવેલ ક્રોમાનાં શો રૂમમાથી 44 હજારનુ વોશીંગ મશીન લઇ તેનાં હપ્તા પણ આરોપી મીહીર એ ભર્યા નહોતા. અને મીહીરને પૈસાની જરૂર પડતા ક્રેડીટ કાર્ડ માથી રૂ. 1.18 લાખ મોકલ્યા હતા.
ત્યારબાદ આરોપીએ એક પણ લોનનાં હપ્તા ભર્યા નહીં અને તેમને કાર લેવી માટે 6 લાખ 22 હજારની લોન કરાવી હતી. તેનાં પણ હપ્તા નહી ભરી કુલ રૂ. 12.92 લાખની અલગ અલગ લોન લઇ હપ્તા નહી ભરી છેતરપીંડી કરી હતી.