ઉડતા રાજકોટ: કુખ્યાત બેલડીએ 1 વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ વેચી નાખ્યું
રાજકોટના ઈતિહાસમાં 30.39 લાખના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો સૌથી મોટો 303.93 ગ્રામ જથ્થો એસઓજીએ ઝડપી પડયો હતો. એસઓજીએ રેલનગરના 80 ફૂટ મેઈન રોડ પર સ્થિત ગુલમહોર પ્લાઝામાં આવેલી દુકાન નં. 106માં દરોડો પાડી કોઠારીયા મેઈન રોડ ઉપર આનંદનગર બ્લોક નં. 7, કવાર્ટર નં. 87માં રહેતા નામચીન રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદ ગોહેલ (ઉ.વ. 34) અને તેના સાગરીત રેલનગર સફર એપાર્ટમેન્ટ, બી-વીંગ, બ્લોક નં. 506માં રહેતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા (ઉ.વ. 32)ની ધરપકડ કરી હતી. રાજકોટમાં અત્યાર સુધીમાં ડ્રગ્સનો રેકોર્ડબ્રેક જથ્થો પકડાયો છે ત્યારે પુછપરછમાં જાણવા મળ્યું કે પકડાયેલ બન્ને શખ્સો છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા હતા અને બન્ને શખ્સોએ એક વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ તો વેચી નાખ્યું હતું.
એસઓજીની ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે આ બન્ને એક-એક ગ્રામ ડ્રગ્સની પડીકી વાળી રહ્યા હતા. રણજીત અને હિતેન્દ્રસિંહની આગવી ઢબે પૂછપરછ કરતા બન્ને રાજસ્થાનના પ્રતાપગઢથી એક શખસ 400 ગ્રામ ડ્રગ્સ રાજકોટ આવીને આપી ગયાનું અને તેમાંથી 100 ગ્રામ જેટલુ ડ્રગ્સ બંધાણીઓને વેચી નાખ્યાનું કબુલ્યું કર્યું હતું. બન્ને છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા હોય અને એક વર્ષમાં 40 લાખનું 400 ગ્રામ જેટલું ડ્રગ્સનો બન્નેએ વેચી નાખ્યું હતું. કાનો ઉર્ફે ટિકિટે અગાઉ 40 લાખનું 400 ગ્રામ ડ્રગ્સ વેચી નાખ્યા બાદ બીજી વખત 40 લાખનું 400 ગ્રામ ડ્રગ્સ મંગાવ્યું હતું જેમાંથી 100 ગ્રામ જેટલું ડ્રગ્સ વેચી નાખ્યાની કેફિયત આપી હોવ છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં 80 લાખનું 800 ગ્રામ ડ્રગ્સ આવ્યું હોય ત્યારે ઉડતા રાજકોટમાં ડ્રગ્સના બંધાણી કેટલા હશે તેની કલ્પના જ કરવી રહી ? રણજીત ઉર્ફે ટીકીટ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના પ્રતાપગઢથી મંગાવતો હોય અને છેલ્લા એક વર્ષમાં 800 ગ્રામ જથ્થો રાજકોટમાં રણજીરે મંગાવ્યો હોય પ્રતાપગઢના શખસ પાસેથી રણજીતની ક્રેડીટ વધી ગઈ હતી.
એટલા માટે જ રણજીત એક ફોન કરે એટલે પ્રતાપગઢના સપ્લાયરનો માણસ બસમાં બેસીને તેને ડ્રગ્સ રાજકોટ સુધી પહોચાડી દેતો હતો. રણજીત ઉર્ફે કાનો ટિકિટ એક રિઢો ગુનેગાર હોય મારામારી, દારૂૂની હેરાફેરી સહિતના 9 ગુના જયારે હિતેન્દ્રસિહ ઉર્ફે હકો જાડેજા સામે ત્રણ ગુના નોંધાયા છે. રણજીત ઉર્ફે કાનો ટિકિટ અગાઉ દારૂૂનો ધંધો કરતો હતો.પરતું દારૂૂમાં ઓછો નફો મળતો હોય અને ડ્રગ્સમાં 100 રૂૂપિયાની પડકીના 1000 મળતા હોય નફો વધુ હોય રણજીત અને તેનો સાગરીત હિતેન્દ્રસિંહ ડ્રગ્સના બંધાણી બન્યા બાદ તેનો પેડલર બની ગયા હતા.
આ અંગેની વધુ તપાસ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એન.ડામોર અને તેમની ટીમ ચલાવી રહી છે પુછપરછમાં ડ્રગ્સના રેકેટ અંગે તેમજ રાજસ્થાનના સપ્લાયર પકડાયા બાદ ડ્રગ્સનું મોટું રેકેટ ખુલે તેવી સંભાવના છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા,પીએસઆઈ એસ.બી.ધાસુરા અને તેમની ટીમે કામગીરી કરી હતી.