ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા

01:24 PM Jan 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.જીલ્લાના તાલાળા તાલુકાના ભેટાળી ખાતેથી અને સોમનાથ બાયપાસ ખાતેથી એક નંબર વગરનું અને નંબર વગરની એક ટ્રોલી બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ પકડવામાં આવ્યાં હતાં.

Advertisement

તેમજ તાલાલા ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં. જી.જે. 08 સીએમ 7997 અને ટ્રોલી નંબર જીજે. 11 યુ. 3005 બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ પકડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સોમનાથ ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં.જી.જે. 32 એ.એ. 1123 અને ટ્રોલી નંબર જી.જે. 32 ટી. 1172 તેમજ સોમનાથ ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં. જી.જે. 32 એ.એ. 5313 અને નંબર વગરની ટ્રોલી બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ પકડવામાં આવ્યાં હતાં.

Tags :
crimegujaratgujarat newsSomnathSomnath news
Advertisement
Advertisement