For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા

11:31 AM Nov 14, 2025 IST | admin
ઉના માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.આજે જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને ઝડપ્યાં છે.

Advertisement

માંગરોળની ખાનગી હોસ્પિટલમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને પૂછપરછ માટે જૂનાગઢ જઘૠ ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પૂછપરછ કરી છે.એસઓજીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને શંકાસ્પદ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના રહેવાસી છે. જેમાં એક ઉંમર 27 છે, જ્યારે બીજાની ઉંમર 20 વર્ષ છે. બંને સુરનકોટ તાલુકાના ફાગલા ગામના વતની છે. બંને કાશ્મીરીઓ ટ્રેન મારફત માંગરોળ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલે એસઓજીએ વધુ પૂછપરછ તપાસ હાથ ધરી છે.જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટના બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પી.એસ. આઈ. જેબલિયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે જે 3 કાશ્મીરી શખ્સોની પૂછપરછ કરી છે તેમાંથી કોઈ બાબત હાલ શંકાસ્પદ જણાતી નથી.તેમ છતાં પણ હાલ આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને આ શંકાસ્પદ વ્યક્તિઓ અંગે જાણકારી આપી હતી, જેના આધારે તપાસ શરૂૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં તેમની કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement