ધોરાજીમાં દરગાહ નજીક જુગાર રમતા રાજકોટના બે સહિત પાંચ પકડાયા
11:50 AM Apr 11, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલી દરગાહ નજીક જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી 12 હજારનો મુદામાલ જપ્ત કરી રાજકોટના બે સહીત પાંચ શખ્સો પકડાયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીમાં આવેલી લાલસાપીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે યોગેશભાઇ બાલાસરા અને પી.એચ. તલસાણીયા સહીતના સ્ટાફે દરોડો પાડી ધોરાજીના અમીન હાજીગફાર લુલાણીયા, રાજકોટના રૈયા ગામના સંજય બાબુભાઇ ચૌહાણ, કણકોટ પાટીયા પાસે રહેતા સુનિલ પુનાભાઇ વડેસા, મુકેશ સુખાભાઇ બારૈયા અને ફાફુબેન મુસા મનસાને ઝડપી લઇ તેમની પાસેથી 12 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધોરાજી સીટી પોલીસ તપાસ ચલાવી રહી છે.
Next Article
Advertisement