For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયા

04:29 PM Mar 07, 2025 IST | Bhumika
જસદણમાં કપાસના વેપારી સાથે રૂ 1 26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયા

જસદણનાં કપાસનાં વેપારી સાથે રૂ. 1.ર6 કરોડની ઠગાઇ કરનાર રાજકોટનાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાયા બાદ પાંચેયની ધરપકડ કરવામા આવી છે . જસદણના વેપારીએ રાજકોટના 5 લોકો સામે 1 કરોડ 26 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જસદણના વેપારી પાસેથી આરોપીઓએ કપાસની 16 કરોડની કિંમતની 5500 ગાંસડીની ખરીદી કરી હતી.

Advertisement

16 કરોડની કિંમતની ગાંસડીઓ ખરીદી જેમાં જેમાં 13 કરોડ 73 લાખની રકમ રોકડ આપી હતી. બાકીની રકમ 15 દિવસ પછી આપવાનું કહીને આ ઠગબાજો ફરાર થઈ ગયા હતા.

જસદણના વેપારીએ 15 દિવસ પછી તમામને કોલ કરતા તેમના ફોન બંધ આવ્યા હતા. ત્યાર બાદ વેપારીને ભાન થયું કે મારી સાથે ઠગાઈ થઈ છે. વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ચોટીલાના સિધ્ધનાથ કોટેક્સ કંપનીના 5 ભાગીદારોએ વેપારી સાથે ઠગાઈ કરી હોવાનુ ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે જેમા પોલીસે રાજકોટનાં ઇન્દ્રપ્રસ્થ હેમુ ગઢવી હોલ પાછળ રહેતા દર્શન રમણીક ભાલારા, ક્રિષ્નકુંજ સોસાયટીમા રહેતા પિતા - પુત્ર સુરેશ ગોવિંદભાઇ લુણાગરીયા અને વિરેન સુરેશ લુણાગરીયા તેમજ રમણીક ચકુભાઇ ભાલારા અને રાધે પાર્કમા રહેતા જતીન મગનભાઇ સોરઠીયાની જસદણ પોલીસે ધરપકડ કરી હતી તપાસ કરતા જાણવા મળ્યુ કે આ ઠગબાજ ટોળકીએ પાળીયાદ, સાવરકુંડલા ,અમદાવાદ સહિતના અને વેપારીઓ સાથે 55 કરોડની ઠગાઈ આદરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement