મોરબીના સિમેન્ટકાંડમાં પાંચ અધિકારીઓ પાસે ખુલાસો પૂછાયો
મોરબી નગરપાલિકા દ્વારા રોડના કામ માટે જનભાગીદારીથી મંગાવેલ સિમેન્ટ જથ્થો પડ્યો પડ્યો બગડી ગયો હતો અને સિમેન્ટ બેગમાં સિમેન્ટ પાણા બની ગયા હતા જે મામલો મીડિયામાં ગાજ્યા બાદ મ્યુનીસીપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ પૂર્ણ થયા બાદ રીપોર્ટ સોપવામાં આવતા બે તત્કાલીન ચીફ ઓફિસર સહીત પાંચ અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે શહેરમાં જનભાગીદારીથી આરસીસી રોડ બનાવવા માટે સિમેન્ટ મંગાવવામાં આવ્યો હતો જે સિમેન્ટ પૈકી ગાર્ડન વિભાગમાં અને લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસ યોજનામાં સિમેન્ટ બેગ જેમની તેમ પડી રહી હતી અને સિમેન્ટ બેગમાં સિમેન્ટ પાણા બની ગયા હતા જે મામલે તપાસ રીપોર્ટ મ્યુનીસીપલ કમિશ્નરને સોપવામાં આવ્યો છે જે અંગે કમિશ્નરે જણાવ્યું હતું કે તા. 26-05-2020 થી તા. 24-06-2020 સુધીમાં કેટલી સિમેન્ટ બેગ બિનઉપયોગી હતી તેનું આંકલન કરવામાં આવ્યું છે કુલ 4900 જેટલી સિમેન્ટ બેગ ખરીદી કરવામાં આવી હતી જે પૈકી 2700 બેગનો વપરાશ થયો હતો અને બાકીની 2200 પડી રહી હતી જેનો બગાડ થયો હતો જેને પગલે તાત્કાલિક ત્રણ મ્યુનીસીપલ એન્જીનીયર દર્શન જોશી, પીયુષ દેત્રોજા અને ધીરૂૂભાઈ સુરેલીયા તેમજ 2 તત્કાલીન ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને ગીરીશભાઈ સરૈયા એમ પાંચ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે 15 માર્ચ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.