For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ

04:35 PM Nov 21, 2025 IST | Bhumika
મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ

ઉત્તરપ્રદેશમાં મરઘા ગેંગને આશરો આપનાર સહિત ચાર અને પેંડા ગેંગના એકને સાથે રાખી એસઓજીએ મંગળા રોડ ઉપર જાહેરમાં સરઘસ કાઢયું

Advertisement

પકડાયેલ મરઘા ગેંગના ચાર અને પેંડા ગેંગના એક મળી કુલ પાંચ ગુંડાઓનું બનાવ સ્થળે લઇ જઈ એસઓજીએ સરઘસ કાઢ્યું હતું. પોલીસે પાંચેય ગુંડાઓને કુકડે-કુ બોલાવી દેતા ખાખીનો અસલી રંગ જોઈ લુખ્ખાઓએ હાથ જોડી જાહેરમાં માફી માંગી હતી.

મંગળા રોડ ઉપર ફાયરિંગ કેસની તપાસ કરનાર એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે મરઘા ગેંગના બે સભ્યો ઈશરાકઅલી ઉર્ફે પુતન અને સલમાન નનકે ફકીર ઉત્તરપ્રદેશ ભાગી ગયાની માહિતી મળી હતી. જેના આધારે એસઓજીની એક ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી. જયાંથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપી ઈશરાકઅલી ઉત્તરપ્રદેશના ગોંડા જીલ્લાનો જયારે આરોપી સલમાન બહેરાઈચ જીલ્લાનો વતની છે. બંને આરોપીઓ હાલ જંગલેશ્વરની એકતા કોલોનીમાં રહે છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે બંને આરોપીઓ મરઘા ગેંગને હથિયાર આપવા આવ્યા હતા. એટલું જ નહીં બંને આરોપીઓની ઘટના સ્થળે પણ હાજરી મળી આવી હતી. જેને ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. આજ રીતે એસઓજીએ મરઘા ગેંગના મોહસીન ઉર્ફે ભેંસ નાસીર તાયાણીને સ્મીત એન્ડ વેલ્સન નામની સેમી વિદેશી ગણાતી રિવોલ્વર અને તેના 3 ફૂટેલા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો. આરોપી મોહસીન મૂળ ધોરાજીનો વતની છે. હાલ જંગલેશ્વરમાં રહે છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે મરઘા ગેંગે ફાયરિંગ કર્યા બાદ હથિયાર આરોપી મોહસીનને આપી દીધું હતું.

Advertisement

તેની આ ભૂમિકા ધ્યાને લઈ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ પેંડા ગેંગના નીતિન ગઢવી અને મરઘા ગેંગના ઈશરાકઅલી, મોહસીન અને સલમાન તેમજ શાહનવાઝને સાથે રાખી મંગળા રોડ ઉપર લઇ જઈ ઘટનાની રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. ખાખીએ અસલી રંગ બતાવી બન્ને ગેંગના ગુંડાઓના કુકડા બોલાવી દીધા હતા. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement