વિંછીયા તાલુકાના ગુદાળા ગામે પાંચ શખ્સોએ પાવર હાઉસનું કામ બંધ કરાવી ધમકી આપી
વિછીયાના ગુંદાળા ગામે ચાલતા પાવર હાઉસના કામને અટકાવી સ્કોરપીયોમાં આવેલ પાંચ શખ્સોએ મજુરોને ધમકી આપી હાંકી કાઢતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જસદણ રહેતા અને કૈલાશ ઈન્ફ્રાસ્કચર પ્રાઈવેટ લીમિટેડ કંપનીમા ફરજ બજાવતા ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જેઠવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુંદાળા ગામે આવેલ સર્વે નંબર 213 પૈકી 2 ની જમીન કંપની એ ભાડા પેટે લિધેલ હોય અને આ જમીનમાં પાવર હાઉસ બનાવવાનુ કામ શરૂૂ હોય અને કંપનીના માણસો કામ કરતા હોય અને ધર્મરાજસિંહ ત્યા હાજર હોય ત્યારે ગુંદાળા ગામના રઘુભાઈ વાઘાભાઇ કળોતરા એક કાળા કલરની સ્કોરપીયો ગાડી જેના રજી નં-જીજે -36-એએલ-8008 માં આવેલા અને તેમની સાથે બીજા અજાણ્યા પાંચ માણસો આવેલા અને ધર્મરાજસિંહને રઘુભાઇ વાઘાભાઇ કળોતરાએ કહેલ કે તમે આ બધુ કામ બંધ કરો અને આ જમીન અમારી હોય જેથી બહાર નિકળો એમ કહેવા લાગેલ અને આ બધા આવીને મને તથા મજુરોને જે મ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને રઘુભાઈ વાઘાભાઈ કળોતરા જતા-જતા મને કહેતા હતા કે હવે કામ બંધ રાખ જો અને જો ચાલુ કર્યુ તો તને જાનથી મારી નાખીશ એમ કહીને આ બધા તેમની સ્કોરપીયો ગાડી લઈને જતા રહેલ બાદ મને આ લોકો પાવરહાઉસનું કામ કરવા દેતા ન હોય અને ધર્મરાજસિંહ ઉપર હુમલો કરે તેવી દેહશત વ્યક્ત કરી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.