અવધ રોડ નજીક યુવાન ઉપર વેઈટર સહિત પાંચ શખ્સોનો હુમલો, કાર અને ફ્લેટમાં તોડફોડ
રાજકોટના કાલાવડ રોડ પર અવધ રોડ પર રહેતાં અને હોટલ-રેસ્ટોરન્ટમાં માણસો પુરા પાળવાનું કામ કરતા યુવાન ઉપર વેઈટર સહીત પાંચ શખ્સોએ હુમલો અવધ રોડ પરના ફ્લેટમાં ધમાલ મચાવી કારમાં તોડફોડ કરતા આ મામેલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટના અવધ રોડ પર રહેતાં અને હોટલ-રેસ્ટોરન્ટમાં માણસો પુરા પાડવાનું કામ કરતા દિપક શાંતીલાલ લબાના (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આનંદ બાબુલાલ લબાના, સમીર ઉર્ફે મહેન્દ્ર લબાના, પ્રકાશ ખરાડી, હાર્દિક લબાના અને રવિન્દ્ર લબાનાનું નામ આપ્યું છે. ફરીયાદીમાં જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે તા.3 ના રાત્રીના સાડા દશેક વાગ્યે તે સસરા રાજુ ભાઇ સાથે ચા પીવા માટે કાલાવડ રોડ ઉપર આવેલ એમ.ટી.વી. ની સામે હોટલે ગયો હતો જ્યાંથી પરત આવેલ ઘરે આવ્યો ત્યારે વેઇટરનું કામ કરતો આનંદ લબાના સહીત બીજા ત્રણ માણસો ત્યાં આવ્યા અને દીપકને ગુડો ક્યાં છે તેમ પૂછ્યું અને કહી ગાળ આપી હતી.
ગુડો કામ ઉપર ગયેલ હોવાનું દીપકે જણાવ્યું હતું. અને અહીંથી જતા રહેવા કહ્યું હતું જેથી આનંદે કોલર પકડી તેની સાથેના સમીર ઉર્ફે મહેન્દ્રએ પાછળથી ગળુ દબાવી હુમલો કર્યો હતો. ઘટના વખતે સસરા આવી જતા આ ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. દીપકે પોલીસને જાણ કરી હતી. અને પોલીસવાન તેને પોલીસ મથકે ગયેલ અને પોલીસને જાણ કરી તે પરત ફ્લેટે આવ્યો ત્યારે કાળા કલરની એક્સયુવી ગાડીમાં આનંદ, સમીર ઉર્ફે મહેન્દ્ર લબાના તથા પ્રકાશ ખરાડીને ફરી દીપકના ઘરે આવ્યા અને પાર્કિંગમાં પડેલ જીજાજી રમેશચંદ્ર લબાનાની ઇનોવા કારની પાછળનો કાચ બંપરમાં તેમજ મીત્ર ધુલાભાઈ તરાલની બોલેરોની પાછળનો કાચ તોડી તોડફોડ કરી હતી. ફ્લેટ ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરતા બારીના કાચ ફોડી નાખ્યા હતા. આ બનાવ અંગેની ફરીયાદ પરથી મેટોડા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો તપાસ શરૂૂ કરી છે.