જસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યા
15 દિવસ પૂર્વે હુમલાખોર પાસેથી લીધેલી બેટરી ખરાબ નીકળતા બદલવા મુદ્દે બઘડાટી
વિંછીયામાં રહેતા પિતા-પુત્રએ 15 દિવસ પૂર્વે લીધેલી બેટરી ખરાબ નીકળતા તે બેટરી બદલવા મુદ્દે થયેલી બોલચાલીનો ખાર રાખી પિતા-પુત્ર જસદણમાં હતાં ત્યારે પાંચ શખ્સોએ પિતા્-પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયામાં આવેલી આનંદધામ સોસાયટીમાં રહેતાં હિતેશભાઈ હરિશંકર તેરૈયા (ઉ.45) અને તેનો પુત્ર કશ્યપ હિતેશભાઈ તેરૈયા (ઉ.26) રાત્રીનાં 11 વાગ્યાના અરસામાં જસદણમાં હતાં ત્યારે મથેન, રાજ અને કિશન સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર કિશન રવૈયા પાસેથી 15 દિવસ પહેલા બેટરી લીધી હતી. જે બેટરી ખરાબ નીકળતાં પિતા-પુત્રએ બેટરી બદલી આપવાનું કહેતા છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.