કાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલો
ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ
કાલાવડ તાલુકાના ખરેડી ગામે જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો.હુમલામાં ઘવાયેલી માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના ખરેડી ગામે રહેતી અનિતાબેન મોહનભાઈ બથવાર (ઉ.45) અને તેમની દિકરી મેનાબેન મોહનભાઈ પરમાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતાં સાહિલ ચાંડપા, જતીન ચાંડપા સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ પાઈપ વડે મારમાર્યો હતો.
હુમલામાં ઘવાયેલી માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સો અગાઉ ઈજાગ્રસ્ત મહિલાની વાડીએ વીજપોલ પર લંગરીયા નાંખતા હતાં ત્યારે થયેલી બોલાચાલીનો ખાર રાખી મારામાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
