કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા
મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ પર રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હતા ને પોલીસ ત્રાટકી
જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી છે. એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે મછલીવાડ ગામ થી અરલાગામ તરફ જવાના રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હથિયારો સાથે રહેલી ટોળકીને દબોચી રાજકોટના 4 સહિત 5ની ધરપકડ કરી ઈકો કાર, ત્રણ ટુ-વ્હીલર, 4 મોબાઈલ ફોન, ચોરાઉ કેબલ વાયર, ગ્રાઈન્ડર મશીન અને હથિયારો મળી રૂૂ.4.22 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા તમામ આરોપીઓનો ઇતિહાસ ગુનાઓથી ખરડાયેલો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રેન્જ આઈજી અશોકકુમાર નાઓએ ઘરફોડ ચોરી તથા પવનચકકીના કેબલ વાયર ચોરીઓના ગુનો શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ વી.એમ.લગારીયા,પીએસઆઇ સી.એમ.કાંટેલીયા, પીએસઆઇ પી.એન.મોરી નાઓ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ લૂંટ/ચોરીનો ગૂનો શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના કાસમભાઇ બ્લોચ, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, રૂૂષિરાજસિંહ વાળાનાઓને સંયુકત રીતે વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામ થી અરલાગામ તરફ જવાના રોડ ઉપર લૂંટારૂૂ ટોળકીના માણસો જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી, રોડ ઉપર પસાર થનાર માણસોને લૂંટી લેવા માટે તૈયારી કરવા એકઠા થયેલ છે.
તેવી બાતમી આધારે સ્થળ ઉપર વોચ ગોઠવી (1) નવાઝ જુમાભાઇ દેથા સંધી ઉવ.31 ધંધો મજુરી રહે. પીરલાખાસર તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા. (2) અજય કારૂૂભાઇ સોલંકી દેવીપુજક ઉવ.29 ધંધોમજુરી રહે. ધંટેશ્વર પાસે, રાજકોટ મુળ-અમરેલી (3) અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ ઉવ.28 ધંધો રી.ડ્રા રહે.એકતા સોસાયટી, પરાપીપળીયા રાજકોટ (4) મિતભાઇ ઉફે ગાંડો દિલીપભાઇ વાધેલા ઉવ.30 ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રૈયાધાર, રાણીમા રૂૂડીમા ચોક, રાજકોટ મુળ- ભાણવડ જી.દેવભુમી દ્રારકા અને (પ) વસીમભાઇ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી ઉં.વ.25 ધંધો-મટન વેચાણ રહે. પરાપીપળીયા,રાજકોટ મુળ-સાવરકુંડલા જી.અમરેલીને જીવલેણ ધાતક હથિયાર તથા ચોરીના મુદામાલ સાથે પકડી લીધા હતા.
એલસીબી સ્ટાફે તેમની પાસેથી (1) કોપર કેબલ વાયર- 220 મીટર કિ.રૂૂ. 1,36,800 (ર) ઇકો ગાડી-1 કિ.રૂૂ 1,50,000 (3) એફઝેડમો.સા/એકટીવા/સ્પલેન્ડર મો.સા-03 કિ.રૂૂ 1,15,000 (4) મો.ફોન-4 કિ.રૂૂ 20000 (5) ગ્રાઇન્ડર મશીન-1 કિ.રૂૂ 1000 (6) ધાતક હથિયાર, કોયતો, છરી, ધારીયુ, ધોકો, પાઇપ મળી કુલ રૂૂ.4,22,980નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ટોળકી સામે મર્ડર,લૂંટ,ગેંગ કેસ,વાહન ચોરી અને ઘરફોડ ચોરી સહિત 51 ગુના
આ ધાડપાડું ગેંગના નવાજ સામે વાહન ચોરી,લૂંટ,ગેંગ કેસ અને મર્ડર સહિત 39 ગુના અલ્તાફ ઉર્ફે ભાયો બેલીમ સામે મારામારી, રાયોટ, દારૂૂ અને હત્યા સહિત સાત ગુના વસીમ સામે રાયોટ અને દારૂૂ સહિત ત્રણ અને મિત ઉર્ફે ગાંડો વાઘેલા સામે રાયોટ સહિત બે ગુના તેમજ અજય સોલંકી સામે મારામારીનો ગુનો નોંધાઈ ચુક્યો છે.આ ટોળકી સામે રાજકોટ,જામનગર,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂન, હત્યાનો પ્રયાસ,લૂંટ,ઘરફોડ ચોરી અને વાહન ચોરી અને કેબલ ચોરી અને દારૂૂ-જુગારના ગુના નોંધાઈ ચુક્યા છે.