મહિલા સહિત પાંચ બૂટલેગરોના વીજજોડાણ કટ, એકની મિલકત ઉપર બુલડોઝર ફર્યું
જંકશન, પોપટપરા અને હરીહર ચોકમાં અસામાજિક ત્તત્વો સામે પ્ર.નગર અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લીસ્ટ મુજબ એક પછી એક આરોપીઓ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવાના ગુનેગારો ના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવી તોડી પડાયા બાદ પ્ર.નગર પોલીસે જંક્શન અને પોપટપરા વિસ્તારમાં રહેતી મહિલા સહિત પાંચ બૂટલેગરના મકાનનું વીજજોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરી હતી.તેમજ એ ડીવીઝન પોલીસે મારામારી અને ધમકીના ગુનામાં પકડાયેલા આરોપીના ગેરકાયદે મકાન ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.
રાજકોટ પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી હોય જેમાં શહેરના 740 જેટલા ગુનેગારોના ગેરકાયદેસર મકાન અને મિલકત અંગે મહાનગરપાલિકા અને પીજીવીસીએલ દ્વારા તેમના ગેરકાયદે વીજ કનેક્શન અંગે સર્વે કર્યા બાદ આવા ગુનેગારો અને અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત ઉપર બુલડોઝર ફેરવી દેવાના આદેશથી જંગલેશ્વર, પોપટપરા, રૈયા રોડ, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં પોલીસે લિસ્ટેડ અસામાજિક તત્ત્વોના મકાનો પર બુલડોઝર ફેરવી દીધા હતા.
આ ઝુંબેશ દરમિયાન પ્ર. નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.વી.વસાવાએ નામચીન બુટલેગરો ના ગેરકાયદેસર વીજ કનેક્શન બાબતે પીજીવીસીએલને રિપોર્ટ કરી તેની ટીમને સાથે રાખી વિસ્તારમાં પહોંચતા લોકોના ટોળાં એકઠા થયા હતા.
પોલીસે રેલનગર, રૂૂખડિયાપરા, કિટીપરા સહિતના વિસ્તારોમાં રહેતી મહિલા બૂટલેગર જયોત્સના બિપીનભાઇ કરવરિયા, સુલેમાન ઉર્ફે ડાડો અબ્દુલભાઈ પલેજા, નિલેશ બચુભાઈ ધામેચા, પરેશ રમેશભાઈ ઝાલા અને અર્જુન ઉમેશભાઈ ભોણિયાના મકાનના વીજકનેક્શન કાપી નાખી વિશેષ કાર્યવાહી કરી છે. જયારે એ ડીવીઝન પોલીસ સ્ટેશન હસ્તકના ગુનેગારો ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી એ ડીવીઝનના પીઆઈ બી.વી.બોરીસાગર અને ટીમે હરિહર ચોક પાસે આવેલ દાતાર બાપુની દરગાહ પાસે ગેરકાયદે બાંધકામ કરી રહેતા સમીર દિલાવરભાઈ લિંગડીયાના જે અગાઉ કોન્ટ્રાકટરને મારમારી જાનથી મારી નાખવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોય તેની સામે પોલીસે કાર્યવાહી કરી ગેરકાયદે ખડકી દિધેલા મકાન પર પોલીસે બુલડોઝર ફેરવી દઈ નાશ કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી.