જસદણના સાણથલી ગામે ખોટુ વારસાઇ મેળવી જમીન પચાવી પાડી, પાંચ સામે ગુન્હો
જસદણના સાણથલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ પરિવારની પુત્રી અને તેના પિતાને અંધારામાં રાખી ખોટું વારસાઈ સર્ટી મેળવી જમીન પચાવી પડતા આ મામલે આટકોટ પોલીસમાં પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ મુળ અમરેલીના કુકાવાવના વતની હાલ સુરત પાસોદરા ગામ ક્રિના સોસાયટી વિભાગ-1 ઘર નં-9માં રહેતા ભાવનાબેન બાલુભાઈ ગઢીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શામજીભાઈ રામભાઈ કચ્છી,જેન્તીભાઈ શામજીભાઈ કચ્છી,મગનભાઈ શામજીભાઈ કચ્છી,રમેશભાઈ લવાભાઈ પાનસુરીયા,રૂૂપાભાઈ ખીમાભાઈ ઝાપડાનું નામ આપ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના પિતા ગોબરભાઈ શામજીભાઈ કચ્છીને ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો છે જેમા મારા પિતાજી સૌથી મોટા છે ભાવનાબેનના પિતા ઘણા વર્ષો પહેલા ઘર છોડી જતા રહેલ છે અને મારા માતા જયાબેને હાલે બીજા લગ્ન કરી લીધેલ છે.
અને તેઓ હાલે બોટાદના લીંબડીયા ગામે બાબુભાઈ સતાણી સાથે રહે છે. ગત તા-06/05/2017 ના રોજ જસદણ ખાતે સ્ટેમ્પ વેન્ડર મેહુલ રતિલાલ અંબાણી જસદણ વાળા પાસેથી સો રૂૂપિયાનો સ્ટેમ્પ મારા કાકા જેન્તીભાઈએ મારા દાદાજી શામજીભાઈ રામભાઈ કચ્છીના નામનો ખરીદેલ અને તેમા મારા દાદાજીએ ભરતભાઈ પી. અંબાણી નોટરી જસદણ વાળા રુબરુ વારસઈ અંગેનુ સોગંદનામુ કરેલ અને વારસદારો તરીકે તેમા જીવતીબેન શામજીભાઈ કચ્છી તથા મગનભાઈ શામજીભાઈ કચ્છી તથા જેન્તી ભાઈ શામજીભાઈ કચ્છી તથા મુક્તાબેન શામજીભાઈ કચ્છી તથા હંસાબેન શામજીભાઈ કચ્છી તથા રસી લાબેન શામજીભાઈ કચ્છી નાઓના નામ વારસદારો તરીકે જણાવેલ અને ભાવનાબેન અને તેમના પિતા કાયદેસરના વારસદાર હોવા છતા અમારા નામો છુપાવીને ખોટુ સોગંદનામુ કર્યું હતું. જે સોગંદનામા આધારે ગઈ તા-12/05/2017 ના રોજ તલાટી કમ મંત્રી પાસે ખોટો વારસાઈ આંબો સાણથલીના પંચો તરીકે રમેશ ભાઈ લવાભાઈ પાનસુરીયા તથા રૂૂપાભાઈ ખીમાભાઈ ઝાપડાની રુબરુમા કરેલ આ પંચો સાચી હકિકત જાણતા હોવા છતા તેમા બન્ને પંચોએ પોતાની સહિઓ કરી હતી.
જેના આધારે જમીનમા જસદણ મામલતદાર કચેરી ખાતે ગઈ તા-17/05/2017 ના રોજ હૈયાતીમા વારસાઈ હક્ક દાખલ કરવા બાબતે દાદાએ અરજી કરેલ અને વડિલો પાર્જીત જમીનમા ભાવનાબેન અને તેમના પિતા કાયદેસરના વારસદાર હોવા છતા દાદાએ તથા બન્ને કાકાએ મળી વારસાઈ અંગેનુ ખોટુ સોંગદનામુ કરી વારસાઈ આંબામા પણ ખોટી હકિકત જણાવી પિતા પુત્રીના હિસ્સાની જમીન પણ બન્ને કાકાએ પોતાના નામે કરી અમારા પિતાજી તેમજ અમારી સાથે વિશ્વાસઘાત કરેલ હોય જેથી પાંચેય સામે તેમજ તપાસમા ખુલે તે તમામ સામે ફરિયાદ નોધાવી હતી.
