બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ
રાજસ્થાનની જેલના સ્ટાફ ઉપર હુમલો કરી ફરાર થયેલા સપ્લાયર સહિત પાંચના નામ ખુલ્યા
ભાવનગર, બોટાદમાં આવતા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા માટે ધંધુકા હોટસ્પોટ બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના રાજમાં દારૂૂના ધંધા ન ચાલતા હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગ્રામ્ય પોલીસના આ દાવા ખોટા સાબિત કર્યા છે. ધંધુકા પોલીસની મીઠીનજર હેઠળ ચાલતા દારૂૂના કટિંગ પર એસએમસીએ રેડ કરી છે. રેડ દરમિયાન પોલીસે 43 લાખના દારૂૂના જથ્થા સાથે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંચેય આરોપીઓ પંજાબથી આઇસર ટ્રકમાં લવાયેલા દારૂૂનું કટિંગ કરીને માલ ગાડીમાં ભરતા હતા. આ દારૂૂનો જથ્થો ભાવનગર અને બોટાદમાં ઠાલવવાનો હતો. દારૂૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી અનિલ પંડ્યા છે. અનિલ પંડ્યા વર્ષો પહેલા રાજસ્થાનની જેલમાં સ્ટાફ સાથે મારામારી કરીને જેલમાં તોડફોડ કરીને ભાગ્યો હતો, હજુ સુધી એક પણ પોલીસ તેને પકડી શકી નથી.
સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર સી. એચ. પનારાએ બાતમીના આધારે ધંધુકામાં ચાલી રહેલા દારૂૂના કટિંગ પર રેડ કરી હતી. પોલીસે ધંધુકાના વાગડ ગામમાં રેડ દરમિયાન 43 લાખનો 3491 બોટલ દારૂૂનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થો પંજાબ મોહાલીથી લાવવામાં આવ્યો હતો અને ધંધુકામાં કટિંગ કરીને ભાવનગર અને બોટાદમાં ઠાલવવાનો હતો. પોલીસે પાંચ વાહનો અને દારૂૂ મળી કુલ રૂૂ. રૂૂ. 79.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ રેડ દરમિયાન પોલીસે દારૂૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીના પાર્ટનર હરપાલસિંહ ઝાલા (રહે. કચ્છ), દારૂૂનો જથ્થો મેળવનાર ધર્મરાજ ચુડાસમા (રહે. વાગડ ગામ), આઇસર ડ્રાઇવર મેઘરાજસિંહ ચુડાસમા (રહે. વાગડ ગામ), દારૂૂ મંગાવનાર દિગ્વિજયસિંહ પરમાર (રહે. રાણપુર) અને શકીલ ઇલિયાસ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો મૂળ રાજસ્થાનના અનિલ પંડ્યાએ પંજાબથી મોકલ્યો હતો. જે જથ્થો વાગડ ગામના મુખ્ય બૂટલેગર અને અનેક ગુના આચરનાર અર્જુનસિંહ ચુડાસમા અને રાણપુરના કાનભા ઝાલાએ મંગાવ્યો હતો. ત્યારે હવે ધંધુકા પોલીસની બેદરકારી બદલ જિલ્લા પોલીસવડા કડક પગલાં લે છે કે અધિકારીઓને બચાવી લેશે તે સવાલ ચર્ચાઇ રહ્યો છે.
ગેંગસ્ટર અનિલ પંડ્યાનો 1.85 કરોડનો માલ પકડાયો, અનેક વર્ષોથી ફરાર
સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છના ભચાઉમાંથી 1.85 કરોડનો દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો પણ ગેંગસ્ટર અનિલ પંડ્યાએ પંજાબથી મોકલ્યો હતો. અનિલ પંડ્યા મોસ્ટ વોન્ટેડ છે. પાંચ દસ વર્ષ પહેલા તે રાજસ્થાન જેલમાં હતો ત્યારે તેના માણસોએ જેલ સ્ટાફ પર હુમલો કરીને તોડફોડ કરીને અનિલ પંડ્યાને ભગાડી મૂક્યો હતો. ત્યારથી હજુ સુધી તે ઝડપાયો નથી. અનિલ મૂળ રાજસ્થાનનો છે અને તેની સામે લૂંટ, પોલીસ પર હુમલો અને દારૂૂ સહિતના અનેક ગુના નોંધાયા છે. અનિલ પંડ્યા અજ્ઞાત સ્થળે રહીને દારૂૂનો વેપાર કરતો હોવાથી કોઇ પણ રાજ્યની પોલીસ તેને પકડી શકી નથી.
