ભાયાવદર ભાજપના આગેવાનના ભાઈ સહિત જુગાર રમતા પાંચ ઝડપાયા
11:45 AM Jul 23, 2025 IST | Bhumika
ભાયાવદર પોલીસને મળેલ બાતમીને આધારે જુગાર અંગેની રેડ કરતા એક જ કુટુંબના પાંચ જેટલા વ્યક્તિઓની રૂૂપિયા 13,720 ની રોકડ રકમ સાથે કરી અટકાયત જુગારધારા મુજબ ફરિયાદ નોંધી હતી.
Advertisement
ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમાર અને તેમની ટીમ ભાયાવદર પોલીસ સ્ટેશનના નીચે આવતા દરબારગઢ વિસ્તારના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાથમીને આધારે રેડ કરતા ભાયાવદરના નરેન્દ્રસિંહ દાનુભા ચુડાસમા, ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો અનિરૂૂદ્ધસિંહ ચુડાસમા, વિજયસિંહ વીરૂૂભા ચુડાસમા, યુવરાજસિંહ રઘુવીરસિંહ ચુડાસમા ટોકન થી જુગાર રમતા ઝડપાઈ જતા તેઓ તેઓ પાસેથી ટોકન ઉપર રૂૂપિયા 13,720 રોકડા ઝડપી પાડી જુગારધારા નીચે કાર્યવાહી કરેલ હતી જાણવા મળ્યા મુજબ આપણા પકડાયેલા આરોપીઓમાં એક આરોપી ભારતીય જનતા પક્ષના આગેવાનો ભાઈ હોવાનું પણ જાણવા મળેલ છે.
Advertisement
Advertisement