ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પહેલા પત્નીનું ગળુ કાપી હત્યા કરી, પછી ફેસબુક લાઇવ કરી ગુનો કબુલ્યો

06:13 PM Sep 23, 2025 IST | Bhumika
Advertisement

કેરળના કોલ્લમમાંથી એક ખૂબ જ ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પછી ફેસબુક પર લાઈવ આવીને તેનો ગુનો કબૂલ્યો હતો. લોકોએ જે જોયું અને સાંભળ્યું તેનાથી લોકો દંગ રહી ગયા હતા.

Advertisement

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે કોલ્લમના પુનાલુરમાં આ ચોંકાવનારી હત્યા થઈ છે. જ્યાં કૂથનદીમાં એક 39 વર્ષીય મહિલાની તેના પતિએ ગળુ કાપીને હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ફેસબુક લાઈવ કરીને પત્નીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ શાલિની તરીકે થઈ છે, જે કોલ્લમના વલક્કુડુના પ્લાચેરીના કુથનદીની રહેવાસી છે. સૌથી આઘાતજનક ઘટના એ હતી કે તેના પતિ ઈસહાકે પુનાલુર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
એફઆઇઆર મુજબ, દંપતીને વૈવાહિક જીવનમાં અનેક સમસ્યાઓ હતી.

એફઆઇઆરમાં જણાવાયું છે કે સવારે લગભગ 6:30 વાગ્યે જ્યારે શાલિની ન્હાવા ગઈ ત્યારે આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો, જેનાથી તેણીની ગરદન, છાતી અને પીઠ પર ઊંડા ઘા થયા હતા. ત્યારબાદ આરોપી પતિએ છરી વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. ઘટના પછી તરત જ હત્યારાએ ફેસબુક પર લાઈવ થઈને તેની પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. તેણે શાલિની પર બેવફા અને ઘરેણાંની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Tags :
crimeindiaindia newsKeralakerala news
Advertisement
Next Article
Advertisement