For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગ

11:15 AM Aug 08, 2025 IST | Bhumika
માળિયા  મીં માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગ

માળિયામાં રહેતા યુવાનનો ભાઈ છોકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી દીકરીના પિતાએ યુવાનના ભાઈ પર જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું જે અંગે માળિયા (મી.) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

Advertisement

માળિયા (મી.) સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમ દિલાવર જેડાએ આરોપી વલીમહમદ નુરમહમદ મોવર રહે માળિયા ત્રણ રસ્તા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના સગા કાકાનો દીકરો સિકંદર રસુલ જેડા આરોપી વલીમહમદ મોવરની દીકરીને આઠેક મહિના પહેલા ભગાડી ગયો હતો અને લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી આરોપી સ્વીફ્ટ ડીઝાયર જીજે 01 કેએફ 2426 વાળીમાં માળિયામાં આવેલ હુશેનશા પીર દરગાહ પાછળના ગેટ પાસે આવ્યો હતો અને ફરિયાદી સલીમ જેડાને મારી નાખવાના ઈરાદે બંદુક વડે ફાયરીંગ કર્યું હતું.

માળિયા (મી.) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ કે કે દરબારની ટીમે વધુ તપાસ ચલાવી હતી જેમાં ફાયરીંગ કરનાર આરોપી વલીમહમદ નુરમહમદ મોવરને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement