ચોટીલામાં રહેણાંક મકાનમાં ચાલતી ગેસ એજન્સી ચલાવનાર સામે FIR
ચોટીલા ખાતે થોડા દિવસ પૂર્વે પ્રાત અધિકારીની ટીમે ચામુંડા રોડ ઉપર રહેણાંક મકાનમાં ચલાવતા કઙૠ બોટલમાંથી રીફિલીંગ કરવાના કૌભાડનો પર્દાફાશ કરેલ જે બંન્ને ગેસ એજન્સી સામે ગુન્હો દાખલ કરાવવા મામલતદારને અધિકૃત કરતા તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વેપારીવર્ગમાં ફફડાટ સાથે ચકચાર જગાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. 19/09 ના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા નાઓએ શહેરમાં આવેલ વારાહી ગેસ એજન્સી તથા ગુજરાત ગેસ એજન્સી ઉ5ર આકસ્મિક દરોડા પાડતા તેમાં અનેક ગેરરીતિઓ સામે આવેલ હતી, ખાસ કરીને ગેસ રીફીલીંગ અંગેની ખુબ જ જોખમી જે આજુ બાજુના લોકોને જોખમમાં મુકીને જે ગેરરીતી આચરેલ હતી તે ખુબ જ ગંભીર ગેરરીતી હતી, ભવિષ્યમાં આવી ગેરરીતિનું પુનરાવર્તન કોઇ ન કરે તે માટે દાખલા રૂૂ5 કાર્યવાહી માટે પોલીસ ગુન્હો દાખલ કરાવવા નાયબ કલેકટરે મામલતદાર ને અઘિકૃત કરતા ફરિયાદની કાર્યવાહી હાથ ધરાયેલ હતી.
મામલતદાર તરીકે ડી. એન.વ્યાસ દ્વારા ચોટીલા પોલીસમાં ગુજરાત ગેસ એજન્સીના સિરાજખાન દિલાવરખાન 5ઠાણ તેમજ વારાહી ગેસ એજન્સીના ભરતભાઇ મનુભાઇ રાજવીર સામે એકસ્પોલોઝીવ એકટ, ગેસ સીલીન્ડર રૂૂલ્સ, આવશ્યક ચીજ વસ્તુ અઘિનિયમ તેમજ વિવિઘ કાયદાની ધારાઓ મુજબ બંને ઇસમો સામે ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે. ગુન્હા સંબંધે ચોટીલા પીઆઇ એ વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરતા વેપારી આલમમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.