મોરબીમાં ગંદકી સબબ પેટ્રોલપંપ સહિતના એકમોને 13500નો દંડ
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં દબાણ હટાવો ઝુંબેશ સાથે સ્વચ્છતા ઝુંબેશ પણ શરુ કરવામાં આવી છે આજે મનપા તંત્ર દ્વારા શહેરના નગર દરવાજા ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેની સાથે ગંદકી કરનાર અને પ્લાસ્ટિક વપરાશ કરનાર વેપારીઓને રૂૂપિયા 1500 થી લઈને 5000 સુધીનો દંડ પણ ફટકાર્યો હતો.મોરબી મનપા તંત્ર દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
શહેરના હાર્દ સમાન નગર દરવાજા ચોકથી શરુ કરીને જુના બસ સ્ટેન્ડ સુધી દબાણ કરનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર અને ગંદકી કરનાર વેપારીઓને દંડ ફટકાર્યો હતો નટરાજ આઈસ્ક્રીમ અને શિવમ કોલ્ડડ્રિકમાંથી 5-5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા બંનેને રૂૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો જુના બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપને ગંદકી બદલ રૂૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો રોડ પર દબાણ કરી નડતરરૂૂપ બનનારને પણ રૂૂપિયા 1500 થી 2000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે જ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં તંત્ર સાથે સંસ્થાઓ અને નાગરિકો પણ જોડાયા હતા