ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જિલ્લામાં સાત સ્થળે મારામારી : 13 ઘવાયા

04:11 PM Jan 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં મારામારીના અલગ અલગ 7 જેટલા નાવોબન્યા હતાં. જેમાં 13 જેટલા લોકોને ઈજા થઈ હતી. રાજકોટના ગોંડલ, ભાયાવદર અને શાપર-વેરાવળમાં અલગ અલગ સ્થળે સાત મારામારીના બનાવોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ક્યાંક કાર અથડાવા બાબતે તો ક્યાંક જૂની અદાવતમાં મારામારીના બનાવો બન્યા હોય જે મામલે પોલીસ ફરિયાદો નોંધાઈ છે.

Advertisement

મળતી વિગતો મુજબ ગોંડલ શહેર અને તાલુકામાં બનેલા બનાવોમાં ગોંડલના પાટીદળ ગામની સીમમાં પોતાનું મોટરસાયકલ લઈને જતાં વલ્લભભાઈ જાદવભાઈ ધોળકિયાના મોટરસાકયલને એક કાળા રંગની હોન્ડા અમેજ કાર સાથે અકસ્માત થવા બાબતે હોન્ડા અમેજ કારમાં બેઠેલા અતુલ મગન પરમાર, નરેશ છગન પરમાર, અજય હરસુખભાઈ મકવાણા અને પીયુષ મુકેશ જીંજરિયાએ હુમલો કર્યો હતો. બીજા બનાવમાં ગોંડલ સીટીમાં ભગવતપરા કોળી સમાજની વાડી પાસે રહેતા જસવંતીબેન રાજુભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદમાં રણજીત ગીરધર મકવાણા, બાલાભાઈ ગોરધનભાઈ મકવાણા, રણજીતના ભાઈ તેમજ રૂપાબેન સંજયભાઈ પાટડિયા, મીનાબેન બાલાભાઈ ગોહેલ, હેતલબેન રાણાભાઈ અને દકુબેન મકવાણાનું નામ આપ્યું છે.

જસવંતીબેન અને તેમના પાડોશીઓ ઘરની બહાર તાપણું કરતા હતા ત્યારે જસવંતીબેનના પુત્ર ક્યાં છે તેવું પુછવા આવેલા રણજીત સહિતના શખ્સોએ ઝઘડો કર્યો હતો. અને સળગતું તગારુ જસવંતીબેન ઉપર ઘા કરી તેમના પુત્રી છોડાવા જતાં તેને પણ માર માર્યો હતો. અને પાડોશી વંદનાબેનને પણ માર મારવામાં આવતા આ મામલે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાયાવદરમાં બનેલા મારામારીના બે બનાવોમાં ઉપલેટાના પડવલા ગામે રહેતા આમદભાઈ જુસબભાઈ મથુપૌત્રાને ફારૂક ઓસમાણ નોયડા અને સાહિલ ફારૂક નોયડાએ માર માર્યો હતો. આમદભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ આમદભાઈના સબંધી રિયાઝ જેણે તેમની પત્ની સદામને ફોન કરીને નંબર માગ્યા હોય જે બાબતે બે દિવસ પહેલા થયેલ ઝઘડાનો ખાર રાખી આ બન્ને શખ્સોએ આમદભાઈને માર માર્યો હતો. બીજા બનાવમાં ભાયાવદરના કુંભાર શેરીમાં રહેતા વેલસીભાઈ નાથાભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રવિ ઈશ્ર્વરભાઈ સલિયા અને તેના પિતા ઈશ્ર્વરભાઈનું નામ આપ્યું છે વેલસીભાઈની પુત્રીની સગાઈ ઈશ્ર્વર અને રવિએ કરાવી હોય જેમાં બન્ને પિતા-પુત્રએ પૈસા ખાધેલ હોવાનું કહીને અગાઉ ચાલતા મન દુ:ખના કારણે વેલસીભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેમના પુત્રને પણ ઈજા થઈ હતી.

શાપર-વેરાવલમાં મારામારીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતાં. જેમાં મુળ ધ્રાંગધ્રાના અને હાલ હાઉસીંગ સોસાયટી મારુતિનગર શાપર-વેરાવળમાં રહેતા ભાવનાબેન નિતિનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં ધીરુભાઈ જીવાભાઈ મકવાણા, ગીતાબેન ધીરુભાઈ અને અજીત મકવાણાનું નામ આપ્યું છે. ધીરુ અને તેના પત્ની ગીતાબેનને જીવાભાઈને કામે લઈ જવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી ભાવનાબેન ઉપર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા કિરણબેનને પણ ઈજા થઈહતી. સામાપક્ષે ગીતાબેને નોંધાવેલી ફરિયાદમાં રવિ, નિતિન, પરસોતમ અને મયુરનું નામ આપ્યું છે. જેમાં રવિના પિતાને કામે લઈ જવા બાબતે ગીતાબેન સાથે થયેલ ઝઘડામાં રવિ અને તેના સાથેના ઉપર હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement