વાંકાનેરના તિથવા ગામે માટી ખોદવા બાબતે મારામારી: 6 લોકો ઘવાયા
વાંકાનેરના તિથવા ગામે માટી ખોદવા બાબતે બે જુથ વચ્ચે ધારીયા- પાઇપથી મારામારી થતા અને પક્ષના છ લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં મહાવિર સોસાયટીમાં રહેતા છગનભાઇ હીરાભાઇ બાંભવા (ઉ.વ.42), મોનાભાઇ હીરાભાઇ બાંભવા (ઉ.વ.44) અને ભરત હીરાભાઇ બાંભવા (ઉ.વ.36) આજે વહેલી સવારે વાંકાનેરના તિથવા ગામે ડમ્પર લઇ માટીનું ખોદકામ કરતા હતા ત્યારે સહદેવ, કામાએ અમારા ગામમાં આવવું નહીં તેમ કહી ધારીયા પાઇપ વડે હુમલો કર્યો હતો.
જયારે સામા પક્ષે તિથવા ગામે રહેતા સહદેવ સાર્દુલભાઇ ફાંગલીયા (ઉ.વ.35), નીકુંજ સાર્દુલભાઇ ફાંગલીયા (ઉ.વ.43) અને કમલેશ સાર્દુલભાઇ ફાંગળીયા (ઉ.વ.23)ને ભરત બાંભવા, છગન બાંભવા સહીતના શખ્સોએ ધારીયા પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો.
ઉપરોકત મારામારીના બન્ને પક્ષના ઘવાયેલા છ લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્ન પક્ષો ડમ્મરનો ધંધો કરતા હોય જેથી ધંધાખારમાં મારામારી થઇ હતી. સિવિલ હોસ્પીલટ ખાતે પણ બન્ને પક્ષ વચ્ચે ચડભડ થતા પોલીસ બોલાવવી પડી હતી.