માલિયાસણ ગામે જૂના મનદુ:ખમાં સગાભાઇના પરિવાર વચ્ચે મારામારી
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામે જૂનામનદુ:ખમાં બે સગાભાઇના પરિવાર વચ્ચે મારામારથી થઇ હતી જેમાં બે લોકોને ઇજા થતા સરવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે બંન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજત માલિયાસણ ગામે રહેતા કુંદનબેન ઉમેદરામ હરિયાણી (ઉ.વ.62) નામના વૃદ્ધાએ કુવાડવા રોડ પોલીસ મંથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડશોમાં રહેતા તેના દિયર ગોવિંદરામ હરીરામ હરિયાણી, દેરાણી મધુબેન અને તેના બંન્ને પુત્રો નેમિશ અને રૂષિરાજના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બંન્ને પરિવાર વચ્ચે પાંચેક વર્ષથી મનદુ:ખ ચાલતુ હોય દરમિયાન બે દિવસ પહેલા ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી અને તેના પતિને ગાળો આપી બેટનો છૂટો ઘા કરી મારમાર્યો હોત. જેમાં ફરિયાદીને હાથમાં લાગી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામા પક્ષે નેમિશ ગોવિંદરામ હરિયાણી(ઉ.વ.24)એ નોંધાવેલી વળતી ફરિયાદમાં આરોપી તરીકે તેના મોટાબાપુ ઉમદેરામ હરિરામ હરિયાણી અને મિતલ બેન પ્રદિપભાઇ હરિયાણીના નામ આપ્યા છે. જેમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી તેના મોટાબાપુ ફળીયામાં ગાળો બોલતા હોય જેથી ફરિયાદી તેના નાના ભાઇ રૂષિરાજ સાથે બહાર થઇ મોટાબાપુને સમજાવતા તેણે ઝપાઝપી કરી હતી. દરમિયાન મોટાબાપુના દિકરા પ્રદિપની પત્નીએ હાથમાં ડોલ લઇ આવી છૂટો ઘા કરતા તેના ભાઇ રૂષિરાજને જમણા પગમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે બંન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.