રેલવે સ્ટેશનની સામે પાનની દુકાને ઉધારથી વસ્તુ ખરીદવા મામલે માથાકૂટ, પિતા-પુત્ર પર હુમલો
માણસો ભેગા થઇ જતા આરોપીઓ ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ
શહેરનાં રેલ્વે સ્ટેશનની સામે પાનની દુકાન ધરાવતા વેપારી પિતા-પુત્ર પાસેથી ઉધારમા વસ્તુ ખરીદવા મામલે ઝઘડો કરી એકટીવામા આવેલા બે શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવામા આવી છે . આ ઘટનામા સીસીટીવી ફુટેજનાં આધારે પોલીસે તપાસ આરંભી છે.
વધુ વિગતો મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર આયોધ્યા ચોક નજીક સુંદરમ શિલ્પ નામનાં એપાર્ટમેન્ટમા રહેતા વેપારી ગૌરવભાઇ સતીષભાઇ કરમચંદાણી એ પોતાની ફરીયાદમા બે અજાણ્યા શખ્સો સામે આક્ષેપ કર્યા છે જેમા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ રેલ્વે સ્ટેશન રોડ પર રીઝર્વેશન ઓફીસની સામે જય ભારત પાનની દુકાન ચલાવે છે. ગઇ તા. 8 નાં રોજ રાત્રે તેઓ તેમનાં પિતા સાથે દુકાનમા હાજર હતા ત્યારે એક અજાણ્યો આરોપી ત્યા આવ્યો અને તેને અગાઉ ઉધારમા આપવાની ના પાડી હતી આમ છતા ગઇકાલે દુકાને આવી પરાણે ઉધાર વસ્તુ માગતા તેમણે ઉધારમા વસ્તુ ના પાડી દીધી હતી.
જેથી તેનો ખાર રાખી આ શખ્સે બોલાચાલી કરી ગૌરવભાઇનાં પિતા સતીષભાઇને ગાળો આપી ફડાકા ઝીકી દીધી હતા અને તેમણે ફોન કરી બીજા વ્યકિતને બોલાવતા તે પણ થોડીવારમા ત્યા આવી પહોચ્યો હતો . અને તેમની પાસે હાથમા લાકડુ હતુ જે બંને જણા ભેગા થઇ ગૌરવભાઇ અને તેમનાં પિતાને માર મારવા લાગ્યા હતા . આ સમયે ત્યા આવેલા અજાણ્યા શખ્સે પિતાજીનો મોબાઇલ હાથમા લઇ લીધો હતો. બનાવને પગલે દેકારો મચી જતાં આસપાસના માણસો દુકાને ભેગા થવા લાગતા બંને હુમલાખોરો એક્ટિવા મોટરસાયકલ પર બેસી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
હુમલામાં ગૌરવભાઈ અને તેમના પિતાને મુંઢ ઈજાઓ થતા બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકી મારફત પ્ર.નગર પોલીસને જાણ થતાં પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એસ. ડી. કોઠીવારે ગુનો દાખલ કરી બંનેની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.