આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજા
આજી જીઆઈડીસીમાં આવેલા આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં પુત્રા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયા હતાં.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, આનંદનગરમાં રહેતી ગુડીયાબેન મેનુદીનભાઈ ઈદ્રીશ (ઉ.40) રાત્રીના પોતાના ઘર પાસે હતી ત્યારે પાડોશમાં રહેતાં પ્યારેલાલ તેના પુત્ર ખુશ્બુભાઈ સહિતનાએ પાઈપ વડે માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં પ્યારેલાલ કમરુદીનભાઈ બાગવાન (ઉ.49) અને ખુશ્બુ પ્યારેલાલ બાગવાન ઉપર સલમાન અને મેનુદીન સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. મારામારીમાં સામસામા પક્ષે ઘવાયેલ પિતા-પુત્ર અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ગુડીયાબેને આક્ષેપ કર્યો છે કે હુમલાખોર ખુશ્બુ ત્રણ દિવસથી પીછો કરતો હતો અને ગુડીયાબેન વિશે એલફેલ બોલતો હતો જેથી તેને સમજાવતાં હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.