જામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારી
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે દંગલ થયું હતું, અને સામસામાં પથ્થર મારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો, જે ગઈકાલે મોડી રાત્રે થી લઈને આજના દિવસ સુધી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
જામનગરના બેડી વિસ્તારમાં ઈદ મસ્જિદ રોડ પર ગઈકાલે રાત્રે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. અસલમ અબ્દુલભાઈ ઘુમરા નામના ખત્રી યુવાનના પરિવાર તેમજ આમદ કાદરભાઈ માણેક નામના વાઘેર યુવાનના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરતાં આ અંગેનો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે મોડી રાત્રેથી આજે દિવસ દરમિયાન શહેરમાં તેનો વિડીયો વાયરલ થયો છે.
આખરે આ મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો, અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અસલમ અબ્દુલભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ સમીર અને પોતાની માતા ઉપર હુમલો કરવા અંગે મુસ્તાક હારુન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારુન માણેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમીરે આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી આ મામલે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી.
જેમાં સામા પક્ષે કાદરભાઈ માણેકે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી, અને અસલમ ખત્રી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝનના પી એસ આઇ એમ. વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.