ભાયાવદરમાં યુવક સાથે મૈત્રીકરાર કરનાર યુવતી અને પરિવાર વચ્ચે મારામારી
ભાયાવદરમા આંબેડકર નગર પાસે રહેતી યુવતીએ યુવક સાથે મૈત્રી કરારથી રહેવા બાબતે પરીવારજનોને સારુ નહી લાગતા તેની સાથે ઝઘડો થતા જાહેરમા મારા મારી થઇ હતી જે મામલે બંને પક્ષે સામા સામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
આ મામલે દિવાળીબેન ઉર્ફે દિવ્યા હીરાભાઇ ચાવડાએ નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે તેનાં ભાઇ હીરા કાના ચાવડા, માતા લક્ષ્મીબેન હીરાભાઇ ચાવડા , ભાઇ ભાવેશ હીરા ચાવડા તથા જીજ્ઞેશ મોહન પરમારનુ નામ આપ્યુ છે દિવ્યાબેને પરીવારથી વિરુધ્ધ જઇ અભય પ્રદીપ મકવાણા સાથે મૈત્રી કરાર કર્યા હોય જે બાબતે પરીવારને સારુ નહી લાગતા બંને વચ્ચે અગાઉ માથાકુટ થઇ હતી દરમ્યાન દિવ્યા પોતાની સહેલી કોમલ આશીષ મકવાણા બંને સબંધીને ત્યા બેસવા જતા લક્ષ્મીબેન સહીતનાં તેનાં પરીવારજનોએ રસ્તામા ઝઘડો કર્યો હતો . અને દિવ્યાબેન અને તેની સહેલી કોમલ પર હુમલો કર્યો હતો.
સામા પક્ષે લક્ષ્મીબેન હીરાભાઇ ચાવડાએ નોંધાવેલી ફરીયાદમા દિવ્યાબેન તેમજ સોમા ચતુર મકવાણા અને અમૃતબેન સોમા મકવાણા તથા પ્રદીપ સોમા મકવાણાનુ નામ આપ્યુ છે. મૈત્રી કરાર કરનાર પુત્રીને ઠપકો આપતા દિવ્યા અને તેની સાથેનાં તેનાં મૈત્રી કરાર કરનાર યુવકનાં પરીવારનાં સભ્યો સાથે ઝગડો થતા મારા મારી થઇ હતી પોલીસે બંને પક્ષે સામા સામી ફરીયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.