ઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપત
કાલાવડ રોડ પર આવેલા પંજાબ ઓટો મોબાઇલ્સનાં વર્કશોપમા કેશીયર તરીકે કામ કરતા મહીલાએ કંપની સાથે 28 લાખની ઉચાપાત કરી પૈસા પોતાના અંગત ખર્ચમા ખર્ચી નાખતા કંપનીનાં મેનેજર મહીલા વિરુધ્ધ ઉચાપત કર્યાની તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.
બનાવની વધુ વિગતો મુજબ જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં રહેતાં ભાર્ગવભાઈ કાંતીલાલ પરમાર (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કંચનબેન ઉકા સોલંકી (રહે.ખોડીયાર ફલોર મીલ, ત્રીવેણીનગર મેઇન રોડ, એચ.જે.દોશી હોસ્પીટલ પાસે, ગુરુપ્રસાદ ચોક, હાલ કણકોટ રોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તા.03/06/2018 થી કાલાવડ રોડ પર જી.ટી. શેઠ સ્કૂલની સામે આવેલ પંજાબ ઓટો મોબાઇલ્સમાં સર્વીસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓને શો રૂૂમમાં આવતા ગ્રાહકોના હોન્ડા કંપનીના વાહનોના સર્વિસ અંગેની તમામ કામગીરી કરવાની તેમજ ગ્રાહકોના પ્રશ્નો સાંભળવા અને તેનુ નિરાકરણ લાવવાની કામગીરી કરવાની હોય છે.
તેમજ આરોપી કંચન સોલંકી વર્ષ 2009 થી પંજાબ ઓટો મોબાઈલ્સમાં નોકરીમાં જોડાયેલ હતા. તેઓનું વર્ષ 2011 થી પ્રોવીડંટ ફંડ પણ સમયસર કપાત થાય છે. તેઓને વર્કશોપ કેશીયર તરીકે ફરજ બજાવવા નિમણુંક આપવામાં આવેલ હતી. તેઓને વર્કશોપ કેશીયર તરીકેની ફરજ દરમ્યાન ગ્રાહકો પોતાના વાહનો સર્વિસમાં મુકવા માટે આવે ત્યારે શો રૂૂમ ખાતે બેસતા એડવાઇઝર દ્વારા તે ગ્રાહકોનું જોબ કાર્ડ ભરવામાં આવે અને તેમાં ગ્રાહકની સહી લઇ ફલોર સુપર વાઇઝરને સોંપવામાં આવે અને ફલોર સુપર વાઇઝર તે જોબકાર્ડ આધારે મીકેનીક સુપર વાઇઝર પાસે ગ્રાહકની ગાડીમાં જોબકાર્ડ મુજબનું કામ કરાવી તેમાં સ્પેર પાર્ટસ તેમજ મજુરીનો ચાર્જ ઉમેરી જોબકાર્ડ તથા ગ્રાહકના વાહનની ગાડીની ચાવી વર્કશોપ કેશીયર એટલે કે કંચનબેન લ સોલંકી પાસે જમા કરાવે છે.
ગ્રાહક પોતાનુ વાહન લેવા માટે આવે ત્યારે કંચનબેન સોલંકી જોબકાર્ડ મુજબનો ચાર્જ ગ્રાહક ઓનલાઈન ભરવા માંગતા હોય તો ઓનલાઇન અને રોકડમાં ભરવા માંગતા હોય તો ગ્રાહક પાસેથી રૂૂપીયા મેળવી જોબકાર્ડમાં ગ્રાહકની સહી લઇ ગ્રાહકને બીલ આપે છે. તેમજ શહેર ખાતે આવેલ અન્ય બે બ્રાંચો આમ્રપાલી તથા બ્રહ્મસમાજ ચોકમાં આવેલ બ્રાંચનો પણ રોજે રોજનો હિસાબ બીજા દિવસે કંચનબેન સોલંકી પાસે જોબકાર્ડ તથા ઇનવોઇસ જમા કરાવતા હોય જે પૈકી તમામ જોબ કાર્ડ તથા બીલો હોન્ડા કંપનીના કંપનીના સોફટવેરમાં એન્ટ્રી થયા બાદ તે તમામ બીલની પંજાબ ઓટો મોબાઇલ્સના એકાઉન્ટીંગ સોફટવેરમાં એન્ટ્રી કંચનબેન સોલંકીને કરવાની હોય છે.
ત્યારબાદ કંચનબેન સોલંકી ત્રણેય બ્રાંચનો હિસાબ કરી તે તમામ રકમ બીજા દિવસે બેંકમાં જમા કરાવવા માટે આપતા હોય છે. વર્ષ 2024 માં શો રૂૂમમાં આશરે ચારથી પાંચ મહીના જેટલો સમય રીનોવેશનનુ કામકાજ ચાલુ હતુ, જેથી તે ફાયનાન્સીયલ વર્ષનુ ઓડીટ રીપોર્ટ થયેલ ન હોય અને અમદાવાદ ખાતે આવેલ હેડ ઓફીસના એકાઉન્ટન્ટ દ્વારા ઓગષ્ટ/2025 માં રાજકોટ બ્રાંચના તમામ હિસાબો ચેક કરેલ હોય જેમાં વર્કશોપ કેશીયર દ્વારા રૂૂ.28.03 લાખની ઉચાપત કરેલ હોવાનુ ધ્યાન પર આવેલ હોય જેથી રાજકોટ બ્રાંચ દ્વારા પણ હિસાબો ચેક કરવામાં આવેલ જેમાં આરોપીએ નવેમ્બર/2024 થી જુલાઇ/2025 સુધીમાં રૂૂા.28,03,919 ના બીલની હોન્ડા કંપનીના સોફટવેરમાં એન્ટ્રી થયેલ હોય જે તમામબીલોની મોબાઈલ્સ શો રૂૂમના એકાઉન્ટ સોફટવેરમાં એન્ટ્રી નહી કરી રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી જઈ ઉચાપત કરતાં તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.