For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ

05:21 PM Feb 13, 2025 IST | Bhumika
પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ

રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર શખ્સે પોતાની માસુમ પુત્રીના અડપલાં કરી કરી કિશોરી વયની થઈ ત્યાં સુધી હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેવાના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલા શખ્સને અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકે વર્ષ 2022માં પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ભોગ બનનારે હવસખોર પિતા વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરા જયારે માસુમ બાળકી હતી ત્યારથી તેને ધમકાવી અને શારીરીક અડપલાની શરૂૂઆત કરેલી અને પછી સગીરા જયારે 13 વર્ષની થયેલી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ પુત્રીને જ હવસનો શિકાર બનાવવાનો સીલસીલો વર્ષો સુધી નરાધમ પિતાએ ચાલુ રાખ્યો હતો. ભોગ બનનાર બાળકમાંથી ધીમધીમે સગીર વયની થયેલી પરંતુ બીકના માર્યા કોઈને કહી શકેલ નહી. ત્યારબાદ ફરીયાદના અરસામાં ભોગબનનાર ગર્ભવતી બનતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. જે અંગે ભોગ બનનારની માતાને ખબર પડેલી અને તેને આપેલી હિમ્મતને આધારે ભોગબનનારે ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગબનનાર તેની માતા, પોલીસ સાહેદ, ડી.એન.એ. પરીક્ષણ કરનાર અધિકારી, મેડીકલ ઓફિસરો વિગેરેની જુબાની લેવામાં આવી હતી અને ભોગબનનારના ઉંમર અંગેના પુરાવાઓ પણ રજુ રાખવામાં આવેલા હતા.

Advertisement

આ ઉપરાંત ફરીયાદ પક્ષે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ ખુબ જ ગંભીર ગુનાહિત કૃત્ય કરેલ છે અને તે ગંભીર સજાને પાત્ર છે અને પોકસો એકટમાં આવેલ સુધારાને પણ છણાવટ કરવામાં આવેલી જે તમામ બાબતો ઘ્યાને લઈ કોર્ટે આરોપીને તેનું બાકી રહેતુ આયુષ્ય જેલના સળીયા પાછળ પસાર થાય તેવી દલીલ કરવામાં આવી હતી.

સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તેમજ રેકર્ડ પ2ના તમામ પુરાવાઓને ઘ્યાને લઈ પોકસો કોર્ટના ન્યાયાધીશ વી.એ.રાણાએ આઈ.પી.સી. કલમ-376(2)(7) તથા (એન) મુજબ તથા આઈ.પી.સી. કલમ-376(3) મુજબ આરોપીને આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા અને રૂૂા.18 હજારનો દંડ તેમજ ભોગબનના2ને ગુજરાત વિકટીમ કમ્પેન્સેસન સ્કીમ 2019 મુજબ રૂૂા. 7 લાખનું વળતર ચુકવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે મહેશકુમાર એસ. જોષી રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement