For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ, ભારે ચકચારી કિસ્સો

10:23 AM Apr 29, 2025 IST | Bhumika
કેશોદ પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાનું દુષ્કર્મ  ભારે ચકચારી કિસ્સો

Advertisement

કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં દીકરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગા બાપ વિરૂૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કેશોદ તાલુકાના એક ગામડામાં પિતા હેવાન બન્યો હતો અને પોતાની 12 વર્ષની પુત્રી પર દ્રષ્ટિ બગાડી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.અને જો આ વાત કોઈને કહીશ તો તને, તારી બહેન અને તારી મમ્મીને જાનથી મારી નાખીશ એવી દીકરીને ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જેમાં પિતા એકલતાનો લાભ લઈ દીકરી સાથે ઘર, ઘરની આસપાસમાં, બહારગામ એમ વિવિધ સ્થળો લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

Advertisement

આમ સગો બાપ વારંવાર દુષ્કર્મ આચરતો હોય સમજણ આવતાં અંતે કંટાળી જઇ દીકરીએ તેના પરિવારને આપવીતી કહી હતી. બાદ આ સમગ્ર મામલો કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે કેશોદ ડીવાયએસપી બી. સી. ઠકકરે જણાવ્યું કે દીકરીએ તેના પિતા વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ફરિયાદીના પિતાને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement